અમદાવાદ,શુક્રવાર
બનાસકાંઠા જિલ્લાના ભાભારના ચેમ્બુવા ગામમાં રહેતા યુવક ૧૭ દિવસથી રહસ્યમય સંજોગોમાં લાપત્તા થયો હતો. ટેકનીકલ સર્વલન્સ
અને અન્ય માહિતીને આધારે પોલીસે તપાસ કરતા લાપતા યુવકને એક મહિલા સાથે સંબધ હતા. જે
વાત મહિલાના પુત્રને પસંદ નહોતી. જેથી આ સંબધનોે કાયમી અંત લાવવા માટે મહિલાએ તેના
પુત્ર સાથે મળીને યુવકની હત્યા કરીને લાશને સળગાવી દીધી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો
છે. આ અંગે બોપલ પોલીસે માતા-પુત્રની ધરપકડ
કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠાના ભાભરના ચેમ્બુઆ ગામમાં રહેતોે પ્રભુરામ ઠાકોર નામનો
યુવક ગત ૨૧મી મેના રોજ ડેરીમાં દુધ ભરાવવા
માટે જવાનુ કહીને નીકળ્યો હતો. ત્યારબાદ
તે રહસ્યમય સંજોગોમાં લાપત્તા થયો હતો. આ અંગે ભાભર પોલીસે તપાસ કરતા પ્રભુરામ ૨૧મી
તારીખ સુધી લક્ષ્મીબા જયેન્દ્રસિંહ વાઘેલા
નામની મહિલા સાથે ફોનથી સંપર્કમા રહેતો હતો.
જેથી શંકાને આધારે પોલીસે લક્ષ્મીબા વાઘેલાની પુછપરછ કરતા તે ભાંગી પડી હતી અને ચોંકાવનારી
કબુલાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે તે
૨૧મી તારીખે બોપલમાં રહેતા તેના પુત્ર જયેન્દ્રસિંહ
વાઘેલા મળવા માટે આવી હતી. આ સમયે પ્રભુરામ પણ તેની સાથે જ આવ્યો હતો. પરંતુ જયેન્દ્રસિંહને
તેની માતા અને પ્રભુરામના સંબધ પંસદ નહોતા. જેથી તે તેની માતાને આ સંબધ કાયમ માટે ખતમ
કરવા માટે કહેતો હતો. પ્રભુરામ બોપલમાં સાથે આવ્યો હોવાથી લક્ષ્મીબાએ પણ તેના પુત્ર
સાથે મળીને પ્રભુરામની હત્યા કરવાનું નક્કી કર્યું હતું. જેમાં તેને વહેલી સવાર ઘુમા
ગામની સીમમાં કુદરતી હાજતે લઇ જવાનું કહીને ખેતરમાં લાવીને ધારિયાથી મારી નાખીને સળગાવી
દેવાયો હતો. આ ચોંકાવનારી કબુલાત બોપલ પોલીસે હત્યા કેસમાં સંડોવાયેલા જયન્દ્રસિંહ
વાઘેલા અને તેની માતા લક્ષ્મીબા ધરપકડ કરીને
કાયદેસરની કાર્યવાહી કરી છે.