અમદાવાદ, શુક્રવાર
મણિનગરમાં જવાહર ચોક પાસે આવેલા બંગલામાં દિવાલ કૂદીને સગીર ચોરી કરવા ગયો હતો. આ સમયે સફાઇ કામદાર ત્યાં આવી જતા તપાસ કરતા બંગલામાં રસોડાની જાળી પાસે સગીર સંતાઇને બેઠો હતો જો કે ત્યારે પાણીનો નળ તૂટેલી હાલતમાં હોવાથી પાણી નીકળતું હતું, જેથી સફાઇ કર્મચારી તે જોવા જતા સગીર પકડાયો હતો. તેની પૂછતા એક મહિલા અને તેના ભાઇને દિવાલ કૂદાવી ચોરી કરવા મોકલ્યો હતો. આ બનાવ અંગે મણિનગર પોલીસે મહિલા સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
બહેન અને ભાઇએ ચોર કરવા મોકલ્યો હતો સગીર પકડાતાં ભાઇ-બહેન ભાગી ગયા ઃ મણિનગર પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી
મણિનગરમાં જવાહર ચોક પાસે રહેતા યુવકે મણિનગર પોલીસ સ્ટેશનમાં જવાહર ચોક પાસે ફૂટપાથ ઉપર રહેતી મહિલા સામે ફરિયાદ નોંધાવી છે કે આજે સવારના સમયે તેઓ બંગલાની સાફ સફાઇ કરવા આવ્યા હતા. તે સમયે બંગલાના મેઇન ગેટને તાળું મારી બંધ કર્યો હતો. ત્યારબાદ અંદર જઇને જોયું તો કંમ્પાઉન્ડમાં પાણીનો નળ તૂટેલો હતો અને પાણી આવતું હોવાથી તેઓ ત્યાં જોવા જતા એક સગીર રસોડાની જાળી પાસે સંતાઇને બેઠો હતો. તેને નીચે ઉતારીને પૂછપરછ કરતા સરખો જવાબ આપતો ન હતો. જેથી સફાઇ કામદારે તેના શેઠ અને પોલીસને જાણ કરતા બંન્ને ત્યાં પહોચ્યા હતા.
ત્યારબાદ પોલીસે સગીરની પૂછપરછ કરતા તેને નામ જણાવીને અને તેની સાથે તેના ભાઇને પણ મહિલાએ દિવાલ કૂદાવી અંદર ચોરી કરવા મોકલ્યા હતા જો કે આ સમયે સગીરનો ભાઇ અને મહિલા બંગલા બહાર ઉભા હતા. પરંતુ બંગલામાં ફરિયાદી આવી જતા સગીરનો ભાઇ અને મહિલા ત્યાંથી નાસી ગયા હતા. આ ઘટના અંગે મણિનગર પોલીસે મહિલા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.