અમદાવાદ, શુક્રવાર

ઇન્દિરાબ્રિજ નજીક હાંસોલ ખાતે હિટ એન્ડ રનની વધુ એક ઘટના બની છે. જેમાં હાંસોલ પાસે રોડ ક્રોસ કરી રહેલા યુવકને બાઇક ચાલકે ટક્કર મારતા સારવાર દરમિયાન મોત થયું હતું. સરદારગરમાં રહેતા યુવકના મોત અંગે ટ્રાફિક જી ડિવિઝન પોલીસે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે અકસ્માત કરીને નાસી જનારા શખ્સને શોધવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતથી યુવકને માથામાં અને પેટમાં ગંભીર ઇજાઓ થતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન પાંચ કલાકમાં મોત થયું હતું

ગાંધીનગરમાં રહેતા યુવકે ટ્રાફિક જી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા બાઇક ચાલક સામે ફરિયાદ નોંધાવી છે કે તા. ૪ના રોજ સવારના સમયે સરદાનગરમાં રહેતા તેમના સાળા ઇન્દીરાબ્રિજ નજીક હાંસોલ ચાર રસ્તા ઉપર રોડ ક્રોસ કરતો હતો તે દરમિયાન પૂરઝડપે આવી રહેલ બાઇક ચાલકે અમરતભાઇને અડફેટે લેતા તેઓ ફંગોળાઇને જમીન પર પટકાતા તેમને માથામાં અને પેટના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત થતા આસપાસના લોકો ભેગા થઇ જતા બાઇક ચાલક ત્યાંથી નાસી ગયો હતો.

ઇજાગ્રસ્તને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાના પાંચ કલાકમાં તેમનું મોત થયું હતું. આ ઘટના અંગે  ટ્રાફિક  જી ડિવિઝન પોલીસે ગુનો નોંધીને આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ આધારે ફરાર બાઇક ચાલકને પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *