Uttar Pradesh CM Yogi Adityanath Meeting in Lucknow : દેશમાં એકતરફ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવાની ધમધોકાટ તૈયારી ચાલી રહી છે, ટીડીપી અને જેડીયુને કેબિનેટમાં સ્થાન આપવાનું રાજકીય ધમાસાણ પણ ચાલી રહ્યું છે, ત્યારે ઉત્તર પ્રદેશના બંને નાયબ મુખ્યમંત્રીએ યોગી આદિત્યનાથનું ટેન્શન વધાર્યું હોવાના અહેવાલો સામે આવ્યા છે.

#WATCH | Lucknow: Uttar Pradesh CM Yogi Adityanath chairs a meeting with his Council of Ministers. pic.twitter.com/J3P4JBflbY

— ANI (@ANI) June 8, 2024

યોગીની બેઠકમાં નાયબ મુખ્યમંત્રીએ ગેરહાજર

મળતા અહેવાલો મુજબ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે મંત્રીઓની બેઠક બોલાવી હતી. એક કલાકથી વધુ સમય સુધી ચાલેલી બેઠકમાં સહયોગી પક્ષો તરફથી આશીષ પટેલ, ઓમ પ્રકાશ રાજભર, સંજય નિષાદ અને અનિલ કુમાર ઉપસ્થિત રહ્યા હતા. જોકે બંને નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠક (Brajesh Pathak) અને કેશવ પ્રસાદ મૌર્ય (Keshav Prasad Maurya) ગેરહાજર રહ્યા હતા. બંને નાયબ મુખ્યમંત્રીઓ ગઈકાલે દિલ્હીમાં હતાં. બ્રજેશ પાઠકે કહ્યું કે, તેઓ આજે ઋષિકેશ જવાના છે. બેઠકમાં મંત્રીમાં સાંસદ બનેલા અનૂપ વાલ્મીકિ અને જિતિન પ્રસાદ પણ હાજર રહ્યા હતા. 

યોગીએ ગઈકાલે અધિકારીઓ સાથે યોજી હતી બેઠક

ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં તેમણે પ્રજા સંબંધીત તમામ કાર્યો નિર્ધારિત સમયમાં પૂર્ણ કરવા અધિકારીઓને નિર્દેશ આપ્યો હતો. આ ઉપરાં તેમણે ખાલી પદો ભરવાની પ્રક્રિયા પણ ઝડપી શરૂ કરવા આદેશ આપ્યો હતો. આ દરમિયાન તેમણે ઉત્તર પ્રદેશ સહિત દેશભરમાં પહેલી જૂનથી લાગુ થનારા ત્રણ કાયદા (ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય કાયદો) અંગે પણ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી અને નવા કાયદાઓ અંગે સામાન્ય જનતાને જાગૃત કરવા પણ નિર્દેશ આપ્યા હતા.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *