– સેમે પોતાની તસવીરોમાં તૃપ્તિને ટેગ કરી

– જોકે, તૃપ્તિએ હજુ સુધી રિલેશનશિપ કન્ફર્મ કરી નથી, અગાઉ અનુષ્કાના ભાઈ સાથે અફેર હતું

મુંબઇ : તૃપ્તિ ડીમરી બિઝનેસમેન સૈમ મર્ચન્ટ સાથે ડેટિંગ કરી રહી હોવાની ચર્ચા છે. જોકે બન્નેએ પોતાના સંબંધોને સમર્થન આપ્યું નથી. પરંતુ બન્ને વારંવાર સાથે ફરતા જોવા મળે છે. હાલ સૈમ મર્ચન્ટે સોશિયલ મીડિયા પર એક સ્ટોરી શેર કરી હતી જેનાથી તેમના સંબંધોની આડકતરી રીતે પુષ્ટિ થઇ છે.પરંતુ હજુ પણ યુગલ આ બાબતે ફોડ પાડતું નથી. 

સૈમે સોશિયલ મીડિયા પર વેકેશનની સ્ટોરી શેર કરી છે. તેમાં તેણે તૃપ્તિને પણ ટેગ કરી હતી. બંને વેકેશન પર સાથે હોવાનો સંકેત મળ્યો છે. જોકે, તૃપ્તિએ આબાબતે કોઈ પ્રતિભાવ આપ્યો નથી. 

ઉલ્લેખનીય છે કે ‘એનિમલ’ની ભાભી ટૂ તરીકે લોકપ્રિય થયેલી અને નવા નેશનલ ક્રશ તરીકેનું બિરુદ પામેલી તૃપ્તિ પહેલેથી ઓટીટીની બહુ લોકપ્રિય કલાકાર છે. તેણે મોટાભાગે અનુષ્કા શર્માના પ્રોડક્શનના ઓટીટી પ્રોજેક્ટસમાં કામ કર્યું હતું. તે દરમિયાન અનુષ્કાના ભાઈ કર્ણેશ સાથે તેનું અફેર ચાલતું હતું. તૃપ્તિને ‘એનિમલ’થી બિગ સ્ક્રીન પર સફળતા મળી તે જ અરસામાં તેનાં આ અફેરનો પણ અંત આવી ગયો હતો. તે પછી તે બિઝનેસમેન સૈમ મર્ચન્ટ સાથે રિલેશનશિપમાં હોવાનું લાંબા સમયથી ચર્ચાય છે. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *