Panchayat 3 Writer Chandan Kumar: હાલ પંચાયત 3 સિરીઝ ઓટીટી પ્લેટફોર્મ પર ધૂમ મચાવી રહી છે. જીતેન્દ્ર કુમાર અભિનીત, ચંદન કુમાર દ્વારા લિખિત અને દીપક કુમાર દ્વારા દિગ્દર્શિત આ વેબ સ્ટોરી તેના સીન અને ડાયલોગ્સના કારણે ખૂબ જ જાણીતી છે. આ સિરીઝની હીટ થવાની સાથે સાથે એવી અફવાઓ પણ ઉડી રહી છે કે પંચાયતના રાઈટરે આ સિરીઝની સ્ટોરી લખવા માટે રૂ. 5 કરોડની ફી વસૂલી હતી. 

ફી બાબતે ચંદન કુમારે કરી સ્પષ્ટતા 

એવી અફવાઓ હતી કે ચંદન કુમારે ‘પંચાયત’ની સ્ટોરી લખવા માટે 5 કરોડ રૂપિયાની ફી લીધી હતી. ત્યારે ચંદન કુમારે એક ઈન્ટરવ્યુમાં આ વિશે સ્પષ્ટતા કરી હતી. ઈન્ટરવ્યુમાં ચંદને કહ્યું, ‘આમાં કોઈ સત્ય નથી. આ બધી કાંસ્પીરેસી થિયરી છે. ભગવાન કરે કે આ વાત સાચી થઈ જાય.’

આમિર ખાનનો કોલની અફવા પર પણ કરી સ્પષ્ટતા 

આ સિવાય ચંદન કુમારને લઈને બીજી અફવા પણ સામે આવી હતી. એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે તેમને આમિર ખાનનો કોલ હતો. તેમજ તેમને યશ રાજ પ્રોડક્શન હાઉસ તરફથી પણ ઓફર મળવા લાગી છે. આ બાબત પર તેમણે કહ્યું કે, ‘આમીર ખાન તરફથી કોઈ ડાયરેકટ કોલ આવ્યો નથી. પ્રોડક્શન હાઉસ તરફથી કોલ આવે છે. મીટિંગો અને વાતચીતો થતી રહે છે. હું પણ તેમની સાથે કોલેબોરેટ કરવા માંગુ છું, તેથી જ્યારે પણ મને કોલ આવે છે, ત્યારે હું એક સ્ટોરી પીચ કરું છું. વાર્તાને પિચ કરવા અને ડીલમાં સફળતા મળવામાં મોટો તફાવત હોય છે.’

લેખકોને વધુ પગાર નથી મળતા

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લેખકોને તેમના કામ માટે પગાર ન મળવાને લઈને પણ વિવાદ ચાલી રહ્યો છે. ચંદન કુમારે પણ આ વિશે વાત કરતા  કહ્યું હતું કે, ‘જો તમે સારું કામ કરો છો, તો તમને પગાર મળે છે. નહીં તો મુંબઈ જેવા શહેરમાં કોઈ કેવી રીતે ટકી શકે. તમારી આવક તમારી સ્થિતિ અને હોદ્દા પર આધારિત છે. તમને સ્ક્રિનરાઇટર્સ એસોસિએશન ઇવેન્ટ્સમાં ઘણા લેખકોને મળવાની તક પણ મળી રહે છે.

લેખકોને આપવામાં આવતા પગાર વિશે વાત કરતાં ચંદન કુમારે કહ્યું, ‘જો તમે કોઈ સ્ટુડિયો સાથે જોડાવ છો, તો તમને એક રકમ આપવામાં આવે છે. તેવી જ રીતે, જો તમે સ્વતંત્ર લેખક તરીકે શરૂઆત કરો છો અને મેકર્સને વાર્તાઓ પીચ કરો છો, તો તમારો પગાર ઓછો થઈ જશે. તમારી આવક તમારી સ્ટોરી કેટલી મજબૂત છે તેના પર આધારિત છે. જે રૂ. 10 લાખથી શરુ થઈને વિવિધ ફેક્ટર અનુસાર વધુ રકમ મળી શકે છે. 

પોતાની સાદગી માટે જાણીતા, જિતેન્દ્ર કુમાર, રઘુબીર યાદવ, નીના ગુપ્તા, ફૈઝલ મલિક અને અન્ય કલાકારોએ આ શોમાં કામ કર્યું છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *