Bado Badi Viral: આજકાલ સોશિયલ મીડિયા પર પાકિસ્તાની ગાયકનું એક સોન્ગ જોરદાર ટ્રેન્ડ થઈ રહ્યું હતું. તમે પણ Insta Reelથી લઈને Shorts સુધી કોઈને કોઈ પ્લેટફોર્મ પર ચાહત ફતેહ અલી ખાનનું ‘Bado Badi’ ગીત સાંભળ્યું જ હશે. કરોડો વ્યૂઝ ધરાવતો આ વીડિયો એકાએક YouTube દ્વારા ડિલીટ કરવામાં આવ્યો છે.
Youtubeએ કેમ હટાવ્યું આ ગીત
પ્રાપ્ત માહિતી અનુસાર કોપીરાઈટના ઉલ્લંઘનને કારણે આ ગીતને હટાવી દેવામાં આવ્યું છે. અત્યાર સુધી આ ગીતને યુ-ટ્યુબ પર 28 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે ‘આંખ લડી બડો બડી’ ગીત નૂરજહાંએ મુમતાઝ માટે ગાયું હતું. આ ગીત નૂરજહાંએ 1973માં મૂવ બનારસી ઠગ માટે ગાયું હતું. બંને ગીતોના શબ્દો સમાન હતા, જેના કારણે હવે ચાહત ફતેહ અલી ખાનનું ગીત હટાવી દેવામાં આવ્યું છે.
ચાહત ફતેહ અલી ખાને આ વર્ષે એપ્રિલમાં યુ-ટ્યુબ પર પોતાના અવાજમાં આ પ્રખ્યાત ગીત રજૂ કર્યું હતું અને તે થોડી જ વારમાં જબરજસ્ત હિટ થઈ ગયું હતું. કોપીરાઈટ સ્ટ્રાઈકને કારણે આ ગીત 6 જૂને યુ-ટ્યુબ પરથી હટાવવામાં આવ્યું હતું. તેમાં ગાયક ચાહત ફતેહ અલી ખાન સાથે પાકિસ્તાની અભિનેત્રી વજદાન રાવ રંગહર પણ જોવા મળી હતી. આ ગીતને સાંભળ્યા બાદ લોકોએ તેની ખૂબ ટીકા કરી અને વીડિયો પર ઘણા મીમ્સ બનાવ્યા હતા. લોકોએ ગીતમાં બતાવેલી અભિનેત્રીને ખૂબ ટ્રોલ કરી હતી. આ વીડિયો જોયા બાદ સૌ કોઈ ચોંકી ગયા હતા અને ગીત પર પ્રતિબંધ મૂકવાની પણ માંગ કરી હતી.
કોણ છે ચાહત ફતેહ અલી ખાન
ચાહત ફતેહ અલી ખાનની વાત કરીએ તો આ વીડિયો વાયરલ થયા બાદ ઘણા લોકો તેમના વિશે ઇન્ટરનેટ પર પણ સર્ચ કરી રહ્યા છે. ચાહત ફતેહ અલી ખાનનું સાચું નામ કાશિફ રાણા છે. તેમનું સ્ટેજ નામ ચાહત ફતેહ અલી ખાન છે. તેમનો જન્મ માર્ચ 1965માં પાકિસ્તાનના શેખુપુરામાં થયો હતો. સરકારી હાઈસ્કૂલ શેખુપુરામાં અભ્યાસ કર્યા પછી તેમણે સરકારી કોલેજ યુનિવર્સિટી લાહોર (GCUL)માંથી સ્નાતક થયા અને પછી પંજાબ યુનિવર્સિટી, લાહોરમાં ઇતિહાસનો અભ્યાસ કર્યો.
ચાહત ફતેહ અલી ખાને બીજા અનેક ગીતો પણ ગાયા છે, પરંતુ બડો-બડી મીમ્સ કલ્ચરનો હિસ્સો બનવાને કારણે તેઓ ખૂબ જ વાયરલ થયા હતા. તેઓ ગાયક હોવા ઉપરાંત સંગીતકાર, ગીતકાર, અભિનેતા, દિગ્દર્શક પણ છે. ચાહત ફતેહ અલી ખાને એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, મને ક્રિકેટમાં વધુ રસ હતો, પરંતુ હવે હું સંગીતના શોખીન છું અને એ જ ક્ષેત્રમાં છું.