Image: Freepik
રાજકોટની દુર્ઘટના બાદ સુરત શહેરમાં પણ સીલીંગ ની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. તો બીજી તરફ વેપારીઓ રઘવાયા બન્યા છે અને સીલીંગની કામગીરી માં રાહત મળે તે માટે પાલિકામાં રજુઆત કરવા માટે દોડી રહ્યાં છે. તો બીજી તરફ પાલિકાના ફાયર વિભાગના વડા વેપારીઓને મળવા માટે સમય આપતા ન હોવાથી લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. રોષે ભરાયેલા વેપારીઓએ શાસકોને ફરિયાદ કરી છે.
સુરતમાં હજારોની સંખ્યામાં મિલ્કતો સીલ કરવામાં આવી છે અને હવે આ સીલ ક્યારે ખુલશે તે પણ નક્કી નથી. હજારો દુકાનો સીલ હોવાથી લોકોની મુશ્કેલી વધી રહી છે. સમગ્ર પ્રકરણમાં લોકો સીલીંગ અંગેની માહિતી મેળવવા પાલિકાના અધિકારીઓ પાસે સલાહ લેવા માટે જઈ રહ્યા છે. સુરત પાલિકાના ફાયર વિભાગના વડા બી.કે. પટેલ સીલીંગ ની કામગીરી માટે મુખ્ય અધિકારી છે તેઓ પાસે સંખ્યાબંધ વેપારીઓ પહોંચ્યા હતા. પરંતુ બહાર તેમના પી એ પાસે જઈ બી.કે,. પટેલને મળવા માટે કહ્યું હતું. તો પટેલે શા માટે મળવા માંગે છે તે પુછ્યું હતું અને સીલીંગ ની કામગીરી માટે નું કારણ આવતા અંદર મીટીંગ ચાલે છે તેથી મળી શકાશે નહીં તેવું કદી દેવામાં આવ્યું હતું.
સંખ્યાબંધ વેપારીઓ પાલિકાના ફાયર વિભાગના વડાને મળવા જઈ રહ્યા છે પરંતુ તેઓ મીટીંગ ના નામે મળતા ન હોવાનો આક્ષેપ વેપારી કરી રહ્યાં છે. આજે તેઓએ આક્રોશ સાથે પાલિકાના પદાધિકારીઓને અધિકારીની ફરિયાદ પણ કરી હતી.