Image: Wikipedia 

Parliament of India: રાજધાની દિલ્હીની પાર્લામેન્ટ પોલીસે સંસદમાં ઘૂસણખોરી કરી રહેલા 3 લોકોની ધરપકડ કરી છે. તેમની આ હરકતના સમાચાર મળતાં જ સંસદની સુરક્ષામાં તૈનાત તમામ સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી ગઈ.

બાદમાં સામે આવ્યું કે આ ત્રણ લોકો ત્યાં કામ કરનાર મજૂર છે. આરોપીઓની ઓળખ હાપુડ નિવાસી કાસિમ, સોએબ અને અમરોહા નિવાસી મોનિસ તરીકે કરવામાં આવી છે. ત્રણેયની ઉંમર લગભગ 18 વર્ષ છે અને તે સંસદ ભવનમાં એક કોન્ટ્રાક્ટર શાહનવાઝ આલમ હેઠળ કામ કરી રહ્યાં હતાં. પોલીસના જણાવ્યા અનુસાર ત્રણેયની પાસે કેઝ્યુઅલ એન્ટ્રી પાસ હતાં. 

ગેટ નંબર 3 પર મજૂરોને રોકવામાં આવ્યા

ગેટ નંબર 3 પર સંસદની સુરક્ષામાં તૈનાત એએસઆઈ અનિલ કુમારે ત્રણેયને ચેકિંગ માટે રોક્યા અને તેમની પાસે કેઝ્યુઅલ પાસ સિવાય તેમનું આઈ કાર્ડ માગ્યુ. જ્યારે કાસિમ અને મોનિસે એક જ આધાર બતાવ્યું તો ત્રણેયની ઘટના સ્થળે જ ધરપકડ કરી લેવાઈ. 

એક જ આધાર પર અલગ-અલગ તસવીરો હતી

પોલીસના જણાવ્યા અનુસાર આધાર કાર્ડ એક જ હતું પરંતુ તેની પર અલગ-અલગ ફોટો હતા. આરોપીઓએ આધાર કાર્ડને છેતરપિંડી કરીને બનાવ્યા હતા. પાર્લામેન્ટ પોલીસ સ્ટેશનમાં ત્રણેય આરોપીઓ સામે 419, 465, 468, 471 અને 120બી હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી દેવાઈ છે.

સુરક્ષા એજન્સીઓ પણ પૂછપરછ કરી રહી છે

મામલો સંસદની સુરક્ષા સાથે જોડાયેલો હોવાના કારણે લોકલ પોલીસ સિવાય અન્ય સુરક્ષા એજન્સીઓએ પણ આરોપીઓની પૂછપરછ કરી છે. અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું કે ત્રણેય મજૂર છે. એકની પાસે આઈડી નથી તો તેણે અન્ય સાથી મજૂરના આધાર કાર્ડ સાથે છેડછાડ કરીને તેને પોતાના માટે ઉપયોગ કર્યો.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *