Uttar Pradesh Defeat Candidate : લોકસભા ચૂંટણી પરિણામોમાં ભાજપને ઉત્તર પ્રદેશમાં સૌથી મોટો ફટકો પડ્યો છે. ભાજપે વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં આ રાજ્યમાંથી 62 બેઠકો મેળવી હતી, જોકે આ વખતે 33 બેઠકો જીતી છે. સૌથી મહત્વની વાત એ છે કે, 2019માં વિજેતા થનારા ઉત્તર પ્રદેશના 55 ચહેરા સંસદમાં જોવા નહીં મળે. આ 55 ચહેરાઓમાં ચૂંટણી હારનારા સાંસદો અને 2024માં ટિકિટ અપાઈ નથી, તેઓ પણ સામેલ છે. રાજ્યની સૌથી ચર્ચાસ્પદ ચહેરો ગણાતા આઠ વખતના સાંસદ મેનકા ગાંધી પણ હવે સંસદમાં જોવા નહીં મળે. 

મેનકા ગાંધી અને વરૂણ પણ સંસદમાં જોવા નહીં મળે

મેનકા ગાંધી વર્ષ 1989માં સાંસદ બન્યા હતા. પરંતુ વર્ષ 1991માં 10મી લોકસભા ચૂંટણી હારી ગયા હતા. ત્યારબાદ લોકસભા ચૂંટણી 1996થી 2019 એટલે કે 11થી 17મી લોકસભા ચૂંટણી સુધી તેઓ સતત જીતતા આવ્યા છે. જોકે વર્ષ 2024માં સુલતાનપુર બેઠક પરથી તેમણે હાર જોવાનો વારો આવ્યો છે. મેનકા ઉપરાંત તેમના પુત્ર વરૂણ ગાંધી પણ સંસદમાં જોવા નહીં મળે. ભાજપે તેમની પીલીભીત બેઠક પરથી ટિકિટ કાપી નાખી હતી.

સોનિયા ગાંધીની બેઠક પરથી રાહુલ લડ્યા અને જીત્યા

અન્ય દિગ્ગજોની કરીએ તો ભાજપે આઠ વખતના સાંસદ સંતોષ ગંગવારની ટિકિટ કાપી નાખી હતી અને બરેલી બેઠક પર છત્રપાલ સિંહ ગંગવારને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા, જ્યાં ગંગવારનો વિજય થયો છે. જ્યારે આ વખતે સોનિયા ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડ્યા નથી. આ બેઠક પર તેમના પુત્ર રાહુલ ગાંધી ચૂંટણી લડી મોટી જીત મેળવી છે.

સપાના સાંસદ એચ.ટી.હસનની પણ ટિકિટ કપાઈ

થોડા દિવસો પહેલા સંભલ બેઠક પરના સાંસદ શફીકુર્રહમાન બર્કનું નિધન થયું હતું, તેથી આ બેઠક પર તેમના પુત્ર જિયાઉર્રહમાન સમાજવાદી પાર્ટીની ટિકિટ પર લડ્યા અને જીત્યા. જ્યારે મુરાદાબાદ બેઠક પર સમાજવાદી પાર્ટીના સાંસદ એચ.ટી.હસનને ટિકિટ મળી નથી. આ બેઠક પર સપાની રૂચિ વીરા લડ્યા અને જીત્યા.

બ્રિજભૂષણ શરણ સિંહના પુત્રની જીત થતા સંસદ જશે

અલ્હાબાદ બેઠકના સાંસદ પ્રો.રીટા બહુગુણા જોશીની ટિકિટ કાપીને નીરજ ત્રિપાઠીને આપવામાં આવી અને તેઓ ચૂંટણી હારી ગયા. મહિલા રેસલર્સના યૌન શોષણના આરોપોમાં ઘેરાયેલા બ્રિજભૂષણ શરણ સિંહ પણ સંસદમાં જોવા મળશે નહીં. ભાજપે કૈસરગંજ સીટ પરથી તેમની જગ્યાએ તેમના પુત્ર કરણ ભૂષણ સિંહને ટિકિટ આપી અને તેઓ જીત્યા. લોકસભા ચૂંટણી-2024માં NDA સરકારના સાત મંત્રીઓ ચૂંટણી હારી ગયા.

હારેલા આ સાત મંત્રીઓ પણ સંસદમાં નહીં જાય

ઉત્તર પ્રદેશમાં હારેલા સાત મંત્રીઓમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેની (ખેરી બેઠક), કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની (અમેઠી), કેન્દ્રીય રાજ્ય મંત્રી કૌશલ કિશોર (મોહનલાલગંજ), કેન્દ્રીય રાજ્ય મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિ (ફતેહપુર), કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર નાથ પાંડે (ચંદૌલી) કેન્દ્રીય રાજ્ય મંત્રી ભાનુ પ્રતાપ વર્મા (જાલૌન) અને કેન્દ્રીય રાજ્ય મંત્રી સંજીવ બાલિયાન (મુઝફ્ફરનગર) ચૂંટણી હારી ગયા છે.  પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહના પુત્ર રાજવીર સિંહ રાજૂ ભૈયા એટાહ બેઠક પરથી ચૂંટણી હારી ગયા હતા. ભાજપે ગાઝિયાબાદથી વી.કે.સિંહની ટિકિટ રદ કરી દીધી હતી.

2019ના આ 25 સાંસદો 2024માં પણ સંસદમાં જોવા મળશે

વારાણસીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી (ભાજપ)મૈનપુરીથી સપાના ડિમ્પલ યાદવ (ભાજપ)બુલંદશહેરથી ભોલા સિંહ (ભાજપ)અલીગઢથી સતીશ ગૌતમ (ભાજપ)મથુરાથી હેમા માલિની (ભાજપ)આગ્રાથી એસપી સિંહ બઘેલ (ભાજપ)શાહજહાંપુરથી અરુણ કુમાર સાગર (ભાજપ)હરદોઈથી જય પ્રકાશ (ભાજપ)મિસરિખથી અશોક કુમાર રાવત (ભાજપ)ઉન્નાવથી સચ્ચિદાનંદ હરિ સાક્ષી મહારાજ (ભાજપ)લખનૌથી રક્ષા મંત્રી રાજનાથ સિંહ (ભાજપ)ફર્રુખાબાદથી મુકેશ રાજપૂત (ભાજપ)અકબરપુરથી દેવેન્દ્ર સિંહ ભોલે (ભાજપ)ઝાંસીથી અનુરાગ શર્મા (ભાજપ)શ્રાવસ્તીથી રામ શિરામણિ વર્મા, સમાજવાદી પાર્ટી (અગાઉ બસપામાં હતા)ડુમરિયાગંજથી જગદંબિકા પાલ (ભાજપ)ગોંડાથી કીર્તિવર્ધન સિંહ (ભાજપ)મહારાજગંજથી પંકજ ચૌધરી (ભાજપ)ગોરખપુરથી રવિ કિશન (ભાજપ)કુશીનગરથી વિજય કુમાર દુબે (ભાજપ)બાંસગાંવથી કમલેશ પાસવાન (ભાજપ)ફતેહપુર સીકરીથી રાજકુમાર ચાહર (ભાજપ)ગૌતમ બુદ્ધ નગરથી ડો. મહેશ શર્મા (ભાજપ)ગાઝીપુરથી અફઝલ અંસારી, સમાજવાદી પાર્ટી (અગાઉ બસપામાં હતા)અપના દળ (એસ)ના અનુપ્રિયા પટેલ (રાષ્ટ્રીય અધ્યક્ષ અને મિર્ઝાપુરથી કેન્દ્રીય રાજ્ય મંત્રી)

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *