Kangana Ranaut Slap Controversy: હિમાચલ પ્રદેશની મંડી બેઠક પરની બીજેપી સાંસદ કંગના રનૌત ચર્ચાનો વિષય બની છે. ચંદીગઢ એરપોર્ટ પર કંગના રણૌતને CISFની મહિલાકર્મી કુલવિંદર કૌરે લાફો માર્યો હતો. જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ છે. 

કેટલાક લોકો કુલવિંદરનું સમર્થન તો કેટલાક વિરોધ કરી રહ્યા છે 

કંગના રનૌતને લાફો મારવાની ઘટના બાદ સોશિયલ મીડિયા બે ભાગમાં વહેંચાઈ ગયું છે. અભિનેત્રી સાથે જે થયું તેનાથી કેટલાક ગુસ્સે છે જ્યારે કેટલાક કુલવિંદરનું સમર્થન કરી રહ્યા છે. આ ઘટના બાદ કુલવિંદર કૌરને સસ્પેન્ડ કરવામાં આવી છે, પરંતુ એક એવી વ્યક્તિ છે જે કંગનાને થપ્પડ મારવા બદલ તેને 1 લાખ રૂપિયાનું ઇનામ આપવા માંગે છે.

આ વ્યક્તિ કુલવિંદરને 1 લાખ આપવા માંગે છે

ટ્વિટર પર વાઈરલ એક વીડિયોમાં પંજાબનો એક બિઝનેસમેન કુલવિંદરને 1 લાખ રૂપિયા આપવાની વાત કરી રહ્યો છે. ઝીરકપુર (મોહાલી)ના બિઝનેસમેન શિવરાજ સિંહ બેન્સે જાહેરાત કરી છે કે તેઓ કંગનાને લાફો મારનાર CISF કોન્સ્ટેબલને રૂ. 1 લાખ ઇનામ આપશે. 

CISFની મહિલાકર્મીએ લાફો શા માટે માર્યો હતો?

કંગના રનૌતના ખેડૂત વિરોધી નિવેદનથી કુલવિંદર ગુસ્સામાં હતો. કંગનાએ ખેડૂત આંદોલન દરમિયાન દિલ્હી ધરણા પર બેઠેલી મહિલાઓ વિશે કહ્યું હતું કે તેઓ સો-સો રૂપિયા લઈને બેઠી હતી, આ સાથે તેણે ખેડૂતોને ખાલિસ્તાની કહ્યા હતા. આથી આ બાબતના ગુસ્સાના કારણે મહિલાકર્મીએ લાફો માર્યો હતો.

થપ્પડની ઘટના બાદ કંગનાએ શું કહ્યું?

કંગના રણૌતે ઘટના અંગે તમામ માહિતી આપી છે. તેણે કહ્યું કે, ‘હું સુરક્ષીત છું. આજે હું ચંડીગઢ એરપોર્ટ પર સિક્યોરિટી ચેકિંગ કરાવતી હતી, ત્યારે મારી સાથે ઘટના બની. હું સિક્યોરિટી ચેકિંગ કરાવ્યા બાદ આગળ નિકળી, ત્યારે બીજી કેબિનમાં એક CISF મહિલા કર્મચારી બેઠી હતી. તે મારા આગળ આવવાની અને ક્રોસ કરવાની રાહ જોઈ રહી હતી. ત્યારબાદ તે મારી બાજુમાં આવી અને મારા પર હિટ કર્યું, અપશબ્દો પણ બોલ્યા હતા. મેં જ્યારે તેણે પૂછ્યું કે, તમે આવું કેમ કર્યું, તો તેણે કહ્યું કે, તે ખેડૂત આંદોલનને સમર્થન આપે છે. મારી ચિંતા એ છે કે પંજાબમાં વધી રહેલા આતંકવાદ અને ઉગ્રવાદને કેવી રીતે હેન્ડલ કરવામાં આવે છે.

Shocking rise in terror and violence in Punjab…. pic.twitter.com/7aefpp4blQ

— Kangana Ranaut (Modi Ka Parivar) (@KanganaTeam) June 6, 2024

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *