ધોમધખતા તાપમાં 100 થી વધુ ઇન્ટર્ની તબીબોનાં ધરણાં સરકારી ધારાધોરણ મુજબ રૂ 18,200ને બદલે માત્ર રૂ 10,000 મળતું હોવાથી લડતનો પ્રારંભ; હોસ્પિટલ મેનેજમેન્ટની મનમાની સામે વ્યાપક રોષ
અમરેલી, : અમરેલી શાંતાબા ગજેરા જનરલ હોસ્પિટલ દર્દી નારાયણ ની આરોગ્યલક્ષી સેવા પુરી પાડવામાં સરેઆમ નિષ્ફળ ગયેલ છે.ત્યારે મેડિકલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટરોને સરકારના ધારા ધોરણ મુજબ સ્ટાઇપેન્ડ ચૂકવવામાં ન આવતા તેમજ પીવાના પાણી સહિતની અપુરતી સુવિધા અંગે હોસ્પિટલ મેનેજમેન્ટ ની શોષણકારી નીતિ સામે ભારે આક્રોશ સાથે ત્રણ દિવસ પહેલા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યાબાદ આજે ૧૦૦ જેટલા આવા તબીબો કાળ ઝાળ ગરમીમાં હોસ્પિટલ કેમ્પસમાં ધરણા ઉપર ઉત્તરી ગયા હતા.
પ્રાપ્ત વિગત મુજબ અમરેલીની શાંતાબા જનરલ હોસ્પિટલ દર્દીનારાયણને આરોગ્યલક્ષી સેવા પુરી પાડવાના બદલે દર્દીને ખો આપી આરોગ્યલક્ષી સેવા પુરી પાડવામાં હાથ ઊંચા કરી સરેઆમ નિષ્ફળ ગયેલ છે. ત્યારે મેડિકલ કોલેજ અને હોસ્પિટલ નું ખાનગી મેનેજમેન્ટ પોતાની મનમાની ચલાવી રહેલ હોવાની વઘું એક શોષણ કારી ઘટના આજે સામે આવેલ હતી. જેમાં શાંતાબા ગજેરા જનરલ હોસ્પિટલ ખાતે ઇન્ટરશીપ ડોક્ટરોને હોસ્પિટલના જવાબદાર તંત્ર દ્વારા પૂરતું સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવતું ન હોવાના આક્ષેપ સાથે પૂરતું સ્ટાઇપેન્ડ આપવાની માંગણી સાથે ત્રણેક દિવસ પહેલા કલેક્ટર ને આવેદન પત્ર આપવામાં આવેલ હતું. તેમ છતાં પણ ફરિયાદ બહેરાકાને અથડાતા આજે 100 થી પણ વધુ આવા ધરણાં ઉપર ઉત્તર ગયેલ હતા.
શાંતાબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ મેનેજમેન્ટની મનમાની અને શોષણકારી નિતિ સરેઆમ સામે આવેલ હતી. વહીવટી તંત્ર ને સ્ટાયપેડ પાણી જમવા સહીતની અનેક મુશ્કેલી અંગે રજૂઆત કરવા છતાં પણ બહેરા-કાને અથડાતી હોવાની રજૂઆતના આક્ષેપ સાથે તબીબોને આખરે આંદોલન કરવાનો વખત આવેલ હતો.બાર બાર કલાક સુધી કામ કરાવતું. શાંતાબા મેડિકલ તંત્ર સામે દશ હજાર સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવતું હોય જે 18,200 સરકાર ના ધારા ધોરણ મુજબ ચુકવવાની માંગણી કરી ધરણાં ઉપર ઉત્તરી ગયેલ હતા.