સુરત
અન્ય
ગુનામાં પાકા કામના કેદી આરોપી વિનય મેરાઈ વિરુધ્ધ બેંકે 4.73 લાખની લોન
વસુલવા કોર્ટમાં ધા નાખતાં ગુનો કબૂલ્યો
હતો
લોન
ધારક પાસે 4.73 લાખની લોનની વસુલાત માટે ફરિયાદી બેંકે પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ એક્ટ તથા
એન.આઈ.એક્ટના ભંગ બદલ કરેલી કોર્ટ ફરિયાદ અંગે હાલમાં અન્ય ગુનામાં પાકા કામના
કેદી એવાઆરોપીએ ગુનાની સ્વૈચ્છિક કબુલાત કરતાં એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ
આર.ડી.મહેતાએ દોષી ઠેરવી બે વર્ષની કેદ,લોનની રકમ 4.73 લાખ ત્રીસ દિવસમાં ફરિયાદી બેંકને વળતર પેટે ન ચુકવે તો વધુ છ માસની
કેદની સજા ફટકારી છે.
પીપલોદ
સ્થિત એચડીએફસી બેંકના ફરિયાદી ઓથોરોઈઝ્ડ સિગ્નેચરી તુષાર બચુભાઈ પટેલે હાલમાં
અન્ય ગુનામાં જેલવાસ ભોગવતા આરોપી વિનય મેરાઈ (રે. કુંભારવાડા, દસોંદી સ્ટ્રીટ,
ધરમપુર વલસાડ)ની વિરુધ્ધ રૃ.4.73 લાખની લોનની
વસુલાત માટે પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ એક્ટની કલમ-૨૫ તથા એન.આઈ.એક્ટ-138ના ભંગ બદલ કોર્ટ ફરિયાદ નોંધાવી હતી.જેથી કોર્ટે સમન્સ ટ્રાયેબલ કેસમાં
આરોપી વિનય મેરાઈને કોર્ટમાં જાપ્તા સાથે હાજર કરવા લાજપોર સેન્ટ્રલ જેલના
સત્તાવાળાને જાણ કરી હતી.જેથી જેલરે આરોપી વિનય મેરાઈ પોતે ગુનાની કબૂલાત કરવા
માંગતા હોવા અંગે તા.18-4-24ના લખેલે પત્ર સાથે આરોપીને
કોર્ટમાં રજુ કર્યા હતો.
જેથી
કોર્ટે આરોપીને સરકારી વકીલ રાખવાની જરૃરિયાત અંગે પુછતાં આરોપીએ જણાવ્યું હતું કે
પોતે ખાનગી વકીલ રાખ્યો હોઈ સરકારી વકીલની જરૃરિયાત નથી.વધુમાં આરોપીએ ખુલ્લી
અદાલતમાં પોતે ગુનો કબુલ કરવા માંગતા
હોવાનું જણાવ્યું હતુ.જેથી કોર્ટે આરોપી વિનય મેરાઈને બે વર્ષની કેદ,4.73 લાખ ફરિયાદી
બેંકને ત્રીસ દિવસમાં વળતર પેટે ન ચુકવે તો વધુ છ માસની કેદની સજા ફટકારતો હુકમ
કર્યો છે.