દાણચોરીના 41 લાખના સોના સાથે પારડીની મહિલા ઝડપાઈ
સોનાની પેસ્ટ કેપ્સ્યુલમાં ભરી શરીરમાં સંતાડી હતી
બે કેપ્સ્યુલમાં સંતાડેલ 550 ગ્રામ ગોલ્ડ કબ્જે કર્યું
સુરત એરપોર્ટનું બાથરૂમ દાણચોરીના સોનાનું ગોડાઉન બન્યુ છે. જેમાં એરપોર્ટ પર દાણચોરીના 41 લાખના સોના સાથે પારડીની મહિલા ઝડપાઈ છે. તેમાં સોનાની પેસ્ટ કેપ્સ્યુલમાં ભરી શરીરમાં સંતાડી હતી. તેમજ કસ્ટમ અને ડીઆરઆઇ વિભાગે બુધવારે રાત્રે પારડીની જે મહિલાને શંકાના આધારે પકડી હતી તેની પાસેથી બે કેપ્સ્યુલમાં સંતાડેલ 550 ગ્રામ ગોલ્ડ કબ્જે કર્યું છે.
મહિલાએ બંને કૅપ્સ્યૂલ પ્રાઇવેટ પાર્ટમાં સંતાડી હતી
મહિલાએ બંને કૅપ્સ્યૂલ પ્રાઇવેટ પાર્ટમાં સંતાડી હતી. મહિલા 4 મહિનામાં 4 વખત દુબઇ જઇ આવી હતી. જેમાં મહિલાએ અગાઉ એક્સ-રે કરાવવા મામલે ના પાડતા તેને જજને બંગલે લઇ જવાઈ હતી. તેમજ સરકાર પક્ષની દલીલો બાદ એક્સરેની મંજૂરી લેવાઈ હતી. જેમાં રાત્રે બે વાગ્યે મહિલાના પ્રાઇવેટ પાર્ટથી બે કૅપ્સ્યૂલ મળી હતી. બાદમાં સવારે કસ્ટમ વિભાગે 770 ગ્રામની બંને કૅપ્સ્યૂલ પિગળાવવા માટે કોર્ટની મંજૂરી માગી હતી. તેમજ મંજૂરી બાદ કૅપ્સ્યૂલમાંથી 550 ગ્રામ સોનું મળ્યુ હતુ. જેમાં મહિલાની ધરપકડ કરવામાં આવી છે.
કસ્ટમ વિભાગના કર્મચારીઓએ શંકાના આધારે તેણીને રોકી હતી
સાંજે સાડા પાંચ કલાકે ઈન્ડિગોની ફ્લાઈટમાં આવેલી આ મહિલા વલસાડ જિલ્લાના પારડીની છે. કસ્ટમ વિભાગના કર્મચારીઓએ શંકાના આધારે તેણીને રોકી હતી. તે એક વર્ષમાં ચાર વખત દુબઈ જઈને પરત ફર્યો હોવાનું જાણવા મળ્યું હતું. સ્ક્રીનીંગ દરમિયાન ખબર પડી કે, તેણીએ તેના પ્રાઈવેટ પાર્ટમાં વસ્તુઓની દાણચોરી કરી હતી. કોર્ટની પરવાનગીથી તેનો એક્સ-રે ચેક કરાવવામાં આવ્યો હતો. એક્સ-રે રિપોર્ટમાં તેના પ્રાઈવેટ પાર્ટમાં બે કેપ્સ્યુલ જોવા મળી હતી.