Road Accident in Junagadh: ગુજરાતમાં અકસ્માતની ઘટનામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુ એક જૂનાગઢમાં અકસ્માતની એક ગોઝારી ઘટના બની છે. સોનારડી નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં બે યુવાનોના મોત નીપજ્યા છે. જ્યારે ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. 

અકસ્માત અંગે પોલીસે તપાસ હાથ ધરી

મળતી માહિતી અનુસાર, જૂનાગઢના સોનારડી નજીક પાસે એક કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અક્સમાતમાં કાર બેકાબૂ થઈને રોડ સાઇડ લાગેલા પાઇપ સાથે ધડાકાભેર અથડાઈ હતી, જેના કારણે પાઈપ કારની આરપાર થઈ ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર બે યુવાનોનાં મોત નીપજ્યા છે. જ્યારે બે યુવતી સહિત ચાર લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે પોલીસ દ્વારા તપાસ ધરવામાં આવી છે. 

કચ્છમાં ટ્રક અને ઈક્કો કાર વચ્ચેના અકસ્માત સર્જાયો હતો

ઉલ્લેખનીય છે કે, કચ્છના લાકડીયા નજીક ચોથી જૂને ટ્રક અને ઈક્કો કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં 6 લોકોના મોત નીપજ્યા હતા જ્યારે ત્રણ લોકોને ગંભીર ઈજા થવા પામી હતી. ગોંડલના દેરડી કુંભાજી ગામ ખાતે એક પરિવારના ચાર લોકોની અર્થી ઉઠતા ગામ હિબકે ચડ્યું હતું. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *