અમદાવાદ,બુધવાર
સોશિયલ મિડીયા પર રજત દલાલ નામના વ્યક્તિની ઇન્સ્ટાગ્રામ પર
રીલ મુકનાર યુવકનું અપહરણ કરીને તેને કારમાં મારીને તબેલામાં લઇ જઇ મો પર છાણ લગાવીને
ઉઠક બેઠક કરાવીને વિડીયો બનાવ્યા બાદ ગોદરેજ ગાર્ડન સીટીના એક એપાર્ટમેન્ટમાં લઇ જઇને
બાથરૂમ સાફ કરાવીને તેના પર પેશાબ કરી કરવામાં આવ્યો હોવાની ચોંકાવનારી ફરિયાદ સાબરમતી પોલીસ મથકે નોંધવામાં આવી છે. ભોગ બનનાર યુવક ચાંદખેડામાં આવેલા જીમમાં જતો ત્યારે
તેણે રજત દલાલને લઇને રીલ બનાવી હતી. શહેરના સાબરમતી ડી કેબિનમાં આવેલા સર્વોત્તમનગર સોસાયટીમાં રહેતો
ધ્યાન લોધા (ઉ.વ.૧૮) ગાંધીનગરની ખાનગી કોલેજમાં બીબીએમાં અભ્યાસ કરે છે. ધ્યાન નિયમિત રીતે ચાંદખેડામાં સરલ એલેન્ઝામાં
આવેલા એક જીમનેશિયમમાં જતો હતો. આ જીમમાં રજત દલાલ નામનો સોશિયલ મિડીયા ઇન્ફલ્યુએન્સર
રજત દલાલ પણ આવ્યો હતો. જેથી ધ્યાન અને અન્ય લોકોએ તેની સાથે સેલ્ફી પડાવી હતી. જે
બાદ શનિવારે ધ્યાને ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો પોસ્ટ કર્યો હતો. જેમાં લખ્યું હતુ કે
રોજ સુબહ અપના મુહ બતાકર મેરા દિન કરતા હુઆ રાજુ (રજત) … આ વિડીયો સંદર્ભમાં રજતે ઇન્સ્ટાગ્રામ પર ધ્યાનને કોલ કરીને તેનું સરનામું
મેળવીને તે અન્ય બે લોકો સાથે નંબર પ્લેટ વિનાની કાર લઇને ધ્યાનમા ઘર પાસે ગયો હતો.
જ્યાંથી તેને કારમાં બળજબરીથી બેસાડીને માર મારતો મારતો પેબલ ટુ એપાર્ટમેન્ટ પાછળ આવેલા તબેલામાં લઇ ગયા હતા. જ્યાં
ધ્યાનના મો પર છાણ લગાવીને તેનો વિડીયો બનાવ્યો હતો . તે પછી જગતપુર ગોદરેજ ગાર્ડન
સીટીમાં આવેલી ગ્રીન સેલેસ એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં લઇ ગયા હતા. જ્યાં તેની પાસે
બાથરૂમ સાફ કરાવીને વિડીયો ઉતારીને મો પર પેશાબ
કર્યો હતો. આ સમયે ધ્યાનની માતાનો ફોન આવતા હોવાથી તે તેને કારમાં બેસાડીને સોસાયટીના
ગેટ પાસે લાવ્યા હતા અને ધ્યાનની માતાને ધમકી આપી હતી કે મે હરિયાણા કા જાટ હુ… મેરી
બડી પહેચાન હે.. પોલીસ મેરી જેબ મે રહેતી હે…અને જો પોલીસને ફરિયાદ કરશો તો વધુ ખરાબ હાલત કરી દઇશ. આ અંગે સાબરમતી પોલીસે રજત
દલાલ અને અન્ય બે લોકો સામે ગુનો નોંધીને કાયદેસરની
કાર્યવાહી હાથ ધરી છે.