સુરત
મિત્રતાના
સંબંધના નાતે ફરિયાદી તબીબ પાસેથી હાથ ઉછીના લીધા હતા ઃ સમાધાન બાદ આપેલા ચેક પણ
રીટર્ન થયા હતા
તબીબ
મિત્ર પાસેથી મિત્રતાના સંબંધના નાતે હાથ ઉછીના લીધેલા 15 લાખના લેણાંની ચુકવણી
પેટે આપેલા ચેક રીટર્ન કેસમાં લોકઅદાલતમાં સમાધાન કર્યા બાદ આપેલા ચેક રીટર્ન
કેસમાં એક્વાકલ્ચર ફાર્મિંગના આરોપી સંચાલક ને આજે એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ
મેજીસ્ટ્રેટ નીરવકુમાર બી.પટેલે એક વર્ષની કેદની સજા ફટકારી છે.
અડાજણ-પાલ
સ્થિત સૌરભ સોસાયટીમાં રહેતા ફરિયાદી તબીબ ડૉ.રમેશભાઈ નાનજીભાઈ હિંસુએ મિત્રતાના સંબંધના નાતે ધી મેનાડોન
એક્વાકલ્ચરના નામે ઝીંગા ફાર્મિંગના આરોપી સંચાલક રોહીત લાલાભાઈ પટેલ(રે.મારૃતિ રો
હાઉસ,હનીપાર્ક
રોડ)ને રૃ.15 લાખ હાથ ઉછીના આપ્યા હતા.જેના પેમેન્ટ પેટે
આરોપીએ તા.9-12-21ના રોજ
ફરિયાદીને આપેલા 15 લાખના ચેક બેંકમાં વટાવવા નાખતા
આરોપીના ખાતામાં અપુરતા ભંડોળના શેરા સાથે પરત ફર્યા હતા.જેથી ફરિયાદી તબીબે કેતન
રેશમવાલા તથા દિવ્યેન પ્રજાપતિ મારફતે
આપેલી નોટીસનો આરોપી રોહીત પટેલે સંતોષકારક જવાબ ન આપતાં કોર્ટ ફરિયાદ નોંધાવી હતી.જેથી
આરોપીએ સમાધાન કરીને ફરિયાદીને સમાધાન પેટે લેણી રકમના ચેક લખી આપ્યા હતા. તે પણ
રીટર્ન થતા કોર્ટ ફરિયાદ નોંધાવાઇ હતી. કેસની અંતિમ સુનાવણી બાદ કોર્ટે આરોપીને એક
વર્ષની કેદ, ચેકની લેણી રકમ વાર્ષિક 6 ટકાના
વ્યાજ સહિત 60 દિવસમાં ન ચુકવે તો વધુ બે માસની કેદની સજા
ફટકારતો હુકમ કર્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે આરોપીએ લોક અદાલતમાં ફરિયાદી
સાથે સમાધાન કર્યા બાદ આપેલા ચેક પરત ફરે તો લોકોનું સમાધાન પ્રત્યે વલણ બદલાય તેમ
હોઈ લોકઅદાલતનો ઉદ્દેશ પુર્ણ થઈ શકે નહીં.આરોપીએ ફરિયાદી તથા અદાલતનો કિંમતી સમય
વ્યય કર્યો છે.