Loksabha Election 2024 : લોકસભા 2024ની ચૂંટણી પરિણામ જાહેર થયું તેમાં ગુજરાતમાં સૌથી વધુ લીડથી ભાજપના પ્રદેશ પ્રમુખ નવસારી લોકસભામાંથી જીત્યા છે. પરંતુ આ ચૂંટણીમાં ભાજપના સૌથી મજબૂત ગઢ ગણાતા લિંબાયત વિધાનસભામાંથી કોંગ્રેસના ઉમેદવારને સૌથી વધુ મત મળ્યા છે. પરિણામ જાહેર થયું તેની ટકાવારી જોવામાં આવે તો ભાજપના ઉમેદવારને સૌથી ઓછી લીડ એટલે કે 29.62 ટકા લિંબાયત વિધાનસભામાંથી મળી છે અને સૌથી વધુ લીડ 76.04 ટકા મજુરા વિધાનસભા માંથી મળી છે. કોંગ્રેસના ઉમેદવારને 2.57 લાખ મત મળ્યા તેમાંથી 57145 મત લિંબાયત વિધાનસભામાંથી મળ્યા છે. ભાજપના ગઢમાં કોંગ્રેસના ઉમેદવારને મળેલા સૌથી વધુ મત આગામી પાલિકા અને વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ માટે ચિંતાનો વિષય બની શકે છે.
વિધાનસભા
ભાજપને મળેલા
મત
કોંગ્રેસને
મળેલા મત
મતની લીડ-
ટકાવારી
લિંબાયત
107606
57145
50461 (29.62 ટકા)
ઉધના
104410
28868
75452 (54.37 ટકા)
મજુરા
133850
16012
117838 (76.04 ટકા)
ચોર્યાસી
268259
46452
221807 (68.07 ટકા)
જલાલપોર
124085
27486
96602 (68.77 ટકા)
નવસારી
124672
34736
89936 (53.75 ટકા)
ગણદેવી
158948
43799
115149 (54.82 ટકા)
પોસ્ટલ
7699
2947
4752 (37.52 ટકા)
ગુજરાત ભાજપ પર્દેશ પ્રમુખ સી.આર.પાટીલને ગુજરાતમાં સૌથી વધુ મત 7,72,087 મત મળ્યા છે. ગુજરાતમાં સૌથી વધુ લીડ ધરાવતા સી.આર.પાટીલ દેશમાં સૌથી વધુ લીડ ધરાવનારા દેશમાં ત્રીજા નંબરે સૌથી વધુ લીડ મેળવી છે. જોકે, ભાજપ પ્રમુખના આ ભવ્ય વિજય બાદ જાહેર થયેલી મતગણતરીની ટકાવારી ભાજપ માટે વિચારવા જેવી બની રહી છે. કોંગ્રેસના ઉમેદવાર નૈષધ દેસાઈએ નામ પૂરતો પ્રચાર કર્યો હતો. મોટાભાગના વિસ્તાર તો એવા હતા કે જ્યાં મતદાન સ્લીપ પણ કોંગ્રેસે પહોંચાડી ન હતી. એટલું જ નહીં પરંતુ મતદાનના દિવસે ટેબલ પણ જોવા મળ્યા ન હતા. નૈષધ દેસાઈ અને કોગ્રેસે કોઈ મોટી સભા કરી ન હતી તેમ છતાં ભાજપના ગઢ એવા લિંબાયતમાં કોંગ્રેસનો દેખાવ સૌથી વધુ મજબૂત જોવા મળ્યો છે.
કોંગ્રેસના નૈષદ દેસાઈને નહિવત પ્રચાર પછી પણ 2.57 લાખ મત મળ્યા છે તેમાંથી પણ લિંબાયત વિધાનસભામાં સૌથી વધુ મત 57,145 મત મળ્યા છે. લિંબાયત વિધાનસભાના ટકાવારીની દ્રષ્ટિએ કોંગ્રેસને 63.17 ટકા અને કોગ્રેસને 33.55 ટકા મત મળ્યા છે. કોંગ્રેસના ઉમેદવારને મળેલા કુલ મતમાંથી સૌથી વધુ મત લિંબાયત વિધાનસભામાંથી મળ્યા છે. આ ઉપરાંત લિબાયત વિધાનસભામાંથી અન્યને 5,592 મત મળ્યા છે. આમ કોંગ્રેસના ઉમેદવાર સામે ભાજપે ભવ્ય વિજય મેળવ્યો પરંતુ આ લોકસભામાં આવતી સાત વિધાનસભામાં કોંગ્રેસનો સૌથી સારો દેખાવ લિંબાયત વિધાનસભામાં જોવા મળ્યો છે. જ્યારે કોંગ્રેસને સૌથી ઓછા મત 16,012 મજુરા વિધાનસભામાંથી મળ્યા છે.
નવસારી લોકસભામાં ટકાવારીની દ્રષ્ટિએ જોવામાં આવે તો ભાજપને સૌથી વધુ મત મજુરા વિધાનસભામાંથી 86.37 ટકા મળ્યા છે. ભાજપને સૌથી ઓછા મત લિંબાયત વિધાનસભામાંથી મળ્યા છે તે 63.17 ટકા જે આ મતની ટકાવારી પોસ્ટલ બેલેટ મતની ટકાવારી કરતાં પણ ઓછા છે. આવી જ રીતે ચુંટણી પરિણામ બાદ ભાજપની લિંબાયત વિધાનસભામાં લીડ 50461 એટલે કે 29.62 ટકા લીડ છે. જે અન્ય વિધાનસભા કરતાં સૌથી ઓછી લીડ છે. આ ઉપરાંત મતની સંખ્યાની દ્રષ્ટિએ જોવા જઈએ તે ભાજપને સૌથી વધુ મતોની લીડ 2.21 લાખ ચોર્યાસી વિધાનસભામાંથી મળી છે. હાલ તો ભાજપની સૌથી મોટી જીત નવસારી લોકસભાની છે પરંતુ લિંબાયત વિધાનસભામાં ભાજપ કરતા કોંગ્રેસનો સારો દેખાવ સુરતના રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે.