કતારગામમાં દોઢ મહિનાની બાળકીનું રસી આપ્યા બાદ મોત
3 રસી લીધા બાદ નાકમાંથી લોહી નીકળતા બાળકી મૃત્યુ પામી
ઘટનાની જાણ બાદ મનપાનું આરોગ્ય વિભાગ દોડતું થયું
સુરતમાં આંગણવાડીમાં રસી આપ્યા બાદ બાળકીનું મોત થયુ છે. જેમાં કતારગામમાં દોઢ મહિનાની બાળકીનું રસી આપ્યા બાદ મોત થતા પરિવારમાં શોકનો માહોલ છે. તેમાં 3 રસી લીધા બાદ નાકમાંથી લોહી નીકળતા બાળકીનું મોત થયુ છે. જેમાં ઘટનાની જાણ બાદ મનપાનું આરોગ્ય વિભાગ દોડતુ થયુ છે.
બાળકીના રહસ્યમય મોતને લઈ પાલિકાએ ચુપકીદી સેવી લીધી
બાળકીના રહસ્યમય મોતને લઈ પાલિકાએ ચુપકીદી સેવી લીધી છે. જેમાં દોઢ મહિનાની બાળકીના મોતને લઈ પરિવાર શોકમાં વ્યાપી ગયો છે. કતારગામ રહેમત નગર આંગણવાડીમાં દોઢ માસની બાળકીને ત્રણ રસી આપ્યા ના લગભગ 19 કલાક બાદ મોત થયુ છે. આજે વહેલી સવારે નાકમાંથી લોહી નીકળતા માસૂમ બાળકીને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાતા મૃત જાહેર કરાઈ હતી. પિતાએ કહ્યું મારી એકની એક લાડકી બાળકીને ઘર નજીક આંગણવાડીમાં બુધવારની સવારે 10 વાગે બન્ને પગે અને હાથમાં ત્રણ ઇન્જેક્શનની મદદથી રસી અપાઈ હતી.
ઘટનાની જાણ બાદ મનપાનું આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું
ઘટનાની જાણ બાદ મનપાનું આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. તેમજ બાળકીના રહસ્યમય મોતને લઈ પાલિકાએ ચુપકીદી સેવી લીધી છે. લગ્નના પહેલા જ વર્ષે જન્મેલી બાળકીના દોઢ માસમાં જ મોતને લઈ પરિવાર શોકમાં ફેલાયો છે. તેમજ તંત્ર દ્વારા પણ આ બનાવ બાદ તપાસ હાથ ધરવામાં આવી છે કે ખરેખર શું ઘટના બની છે. તેમજ બાળકીના મોત મામલે પણ તપાસ કરવામાં આવી રહી છે.