– મીડીયાકર્મીઓને રજુઆત માટે જીલ્લા કલેકટર સુધી મળવા રોકાતા રોષ

– અમુક રાજકીય આગેવાનો અને કર્મચારીઓ પ્રતિબંધ હોવા છતાં મતગણતરી સ્થળ પર મોબાઈલ સાથે નજરે પડયા

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર લોકસભાની ચુંટણીની શહેરની એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે મતગણતરી હાથધરવામાં આવી હતી જેમાં ગત ચુંટણીઓની સરખામણીમાં ચાલુ લોકસભાની ચુંટણીમાં ચુંટણીપંચની કડક ગાઈડલાઈનને પગલે ક્યાંકને ક્યાંક મીડીયાકર્મીઓમાં નારાજગી જોવા મળી હતી અને આ મામલે સ્થાનીક વહીવટીતંત્રના અધિકારીઓને રજુઆત કરવા પણ ન દેતા થોડી રકઝક પણ થઈ હતી.

જે અંગે મળતી માહિતી મુજબ ચુંટણીપંચની ગાઈડલાઈન મુજબ આ લોકસભાની ચુંટણીમાં મતગણતરી દરમ્યાન મીડીયાકર્મીઓને મતગણતરી સ્થળે મોબાઈલ દ્વારા કવરેજ પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવાયો હતો અને માત્ર કેમેરા દ્વારા કવરેજની મંજુરી આપતા રોષ જોવા મળ્યો હતો. જ્યારે મીડીયા સેન્ટર મતગણતરી બિલ્ડીંગની અંદર હંમેશા રાખવામાં આવતું હતું જે સૌપ્રથમ વખત ત્યાંથી સ્થળાંતર કરી આર્ટસ કોલેજના ગ્રાઉન્ડમાં બહારની સાઈડ અલગથી ઉભું કરવામાં આવતા મીડીયાકર્મીઓને મતગણતરીની આંકડાકીય માહિતી મેળવવા હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. જ્યારે મોબાઈલ પર પ્રતિબંધ હોવા છતાં અમુક રાજકીય આગેવાનો સહિત તેમના સમર્થકો અને મતગણતરીમાં રોકાયેલ કર્મચારીઓ મોબાઈલ સાથે મતગણતરી રૂમ પર જોવા મળતા ચુંટણીપંચની ગાઈડલાઈન અને પોલીસના કડક ચેકીંગની પોલી છતી થઈ હતી જે મામલે મીડીયાકર્મીઓને રજુઆત માટે જીલ્લા કલેકટરને મળવા ન દેતા થોડી મીનીટો માટે ફરજ પરના અધિકારીઓ સાથે સામાન્ય રકઝક થઈ હતી અને મીડીયારૂમમાંથી બહાર નીકળી વિરોધ કરી જમીન પર બેસી જતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *