અદિસા અબાબા,3 જુન,2024,સોમવાર 

પૃથ્વીમાં દરેક સ્થળે જીવન શકય છે એમ માનવામાં આવતું હતું પરંતુ પૃથ્વી પર એવું સ્થળ પણ છે જયાં કોઇ જ  જીવન શકય નથી. આ સ્થળ ઇથોપિયોના ડેલોલના જિયો થર્મલ ક્ષેત્રના ગરમ,ખારા અને ખૂબ એસિડિક ધરાવતા તળાવોમાં છે. આ એવા તળાવ છે જયાં કોઇ પણ પ્રકારના મોટા,નાના કે સુક્ષ્મ જીવ જોવા મળતા નથી.

અનેક સંશોધનોમાં જણાવાયું છે કે ડેલોલના સોલ્ટથી લદાયેલા જવાળામુખી એટલે કે ક્રેટર પર આવેલું આ સ્થળમાં જીવોની હાજરી નથી. કોલ્ડ સિઝનના ગાળામાં પણ આ સ્થળનું તાપમાન ૪૫ ડિગ્રીથી ઓછું થતું નથી. આથી પૃથ્વી પર સૌથી વધુ ગરમ વાતાવરણ ધરાવતા સ્થળ તરીકે પણ જાણીતું છે. ખારા અને અલ્ટ્રા એસિડિક તળાવોમાં શૂન્યથી માંડીને હાઇલી આલ્કલાઇનનું પ્રમાણ તેના પી એચ આંકથી પણ નીચે માઇનસમાં જાય છે. 

અગાઉના સંશોધન અહેવાલમાં શકયતા વ્યકત કરવામાં આવી હતી કે અહીં અત્યંત કઠણ પ્રકારના વાતાવરણમાં સુક્ષ્મજીવો પેદા થવા થઇ શકે છે પરંતુ હવે નવા ૩ સેમ્પલ પરથી તારણ કાઢવામાં આવ્યું છે કે પૃથ્વીના આ સ્થળે જીવન જ શકય નથી.  આ સ્થળની વૈજ્ઞાનિકોએ મંગળ ગ્રહ સાથે પણ સરખામણી કરી છે. જીવ સૃષ્ટિ વગરનું આ એક જલીય વાતાવરણ છે. આ સંશોધનનો હેતું પૃથ્વી પર જીવની શકયતા ઓછી કરનારા પરીબળો અંગે જાણવાનો હતો. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *