– પોર્તુગીઝ એરફોર્સ જણાવે છે કે વાસ્તવમાં એક સાથે 6 વિમાનો જ્યારે પોતાના કરતબો દેખાડતા હતા ત્યારે આ ઘટના બની

લિસ્બન : પોર્તુગલનાં એરફોર્સે રવિવારે જણાવ્યું હતું કે, દક્ષિણ પોર્તુગલમાં યોજાયેલ એક એરશો દરમિયાન બે નાના વિમાનો અથડાઈ જતાં એક વિમાનચાલકનું મૃત્યુ થયું હતું જ્યારે બીજાને ઈજાઓ થઈ હતી.

આજે બપોરના ૪ કલાક અને પાંચ મિનિટે આ ઘટના બની હતી.

પોર્તુગીઝ વિમાન દળના એક વરિષ્ઠ અધિકારીએ આ માહિતી આપતાં વધુમાં જણાવ્યું હતું કે, એક વિમાન એક સ્પેનિશ વિમાનચાલક ચલાવતો હતો જેનું વિમાન જમીન પર પડતાં તેનું મૃત્યુ થયું હતું. જ્યારે બીજું વિમાન જે એક પોર્તુગીઝ ચલાવતો હતો, તેનું વિમાન જમીનદોસ્ત ન થયું હતું તેણે ધૈર્યપૂર્વક વિમાનને ધીમી ગતિએ રાખી ધીમે ધીમે નીચે ઉતારી દીધું હતું. પાયલોટ બચી ગયો છે તેણે ‘બેજા’ એરફોર્સ મથક ઉપર જ તે નાના વિમાનને રનવે પર ધૈર્યપૂર્વક ઉતાર્યું હતું.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *