image : Freepik

Vadodara Kidnapping Case : અગાઉ સગીર બાળાના પોકસો વિથ બળાત્કાર ગુનામાં આજીવન કેદની સજા પામનાર અને આશરે છેલ્લા સાત મહિનાથી નાસતા ફરતા પેરોલ-ફર્લો જમ્પ આરોપી ફરીથી બીજી સગીરબાળાનું અપહરણ કરી પોકસો વિથ બળાત્કાર કરવાનાં ગુનામાં સંડોવાયેલ આરોપીની મકરપુરા ધરપકડ કરી છે.

 મકરપુરા પોલીસ મથકે તા,26/05/2024ના રાત્રીના કલાક 02:30 વાગ્યાથી રાત્રીના કલાક 03:30 વાગ્યા દરમ્યાન ફરીયાદીના ઘરેથી તેણીની સગીરવયની દીકરી ઉ.વ.13 વર્ષ 06 મહીના 17 દિવસ નાની દીકરીને આ કામનો આરોપી ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઇ જઈ ભોગ બનનારની સાથે બે, ત્રણવાર શારીરિક સંભોગ કરી બળાત્કાર કરી જાતીય સતામણી કરી લઈ જઈ ગુનો કર્યા વિગેરે બાબતે પોલીસે ગુનો દાખલ કર્યો હતો. નોંધાયેલ બળાત્કારના આરોપીને શોધી ગુનાને તાત્કાલિક ડીટેકટ કરવા પોલીસની અલગ અલગ ટીમ બનાવેલ. દરમ્યાન જાણવા મળેલ કે, આરોપી અશરફ અભેસીંગ રાજનાએ સને-2021માં સગીરબાળાનું અપહરણ કરી બળાત્કાર કરેલ જે અંગે આંકલાવ પોલીસ સ્ટેશન-આણંદ જિલ્લામાં ગુનો તા.15/08/2021માં નોંધાયેલ. આરોપીની ધરપકડ કરી પોલીસે નામદાર કોર્ટમાં આરોપી વિરૂધ્ધ ચાજર્શીટ કરી મોકલી આપેલ. જે કેસ નામદાર કોર્ટમાં ચાલી જતા આરોપી અશરફ અભેસીંગ રાજને સજા પામેલ અને પાકા કામના કેદી તરીકે વડોદરા મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહેલ. ત્યારબાદ આરોપી અશરફ અભેસીંગ રાજનો ફર્લો રજા ઉપરથી જેલમાંથી બહાર નીકળી તેના વિરૂધ્ધમાં અપહરણ તથા બળાત્કારનો ગુનો નોંધાયેલ. આરોપીને હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સોર્સ આધારે ગુનામાં અશરફ અભેસીંગ રાજ (હાલ રહે. કપુરાઇ બ્રીજ નીચે, ખુલ્લામા, મુળ રહે. બગદાદ નગર, આંકલાવ ગામ, અંબાલી રોડ, જી.આણંદ)ની ધરપકડ કરવામાં આવેલ છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *