– સમગ્ર ગાઝાપટ્ટીમાં ભૂખમરા જેવી સ્થિતિ છે

– ખેદાનમેદાન થયેલ ગાઝાપટ્ટીમાં પ્રવેશદ્વાર સમાન રફાહ દ્વારા જ યુએનની ખાદ્યાન્ન સામગ્રી પહોંચે છે

નવી દિલ્હી : સમગ્ર ગાઝાપટ્ટી ઈઝરાયલનાં આક્રમણને લીધે ખેદાન-મેદાન બની ગઈ છે ત્યાં અન્ન અને ખાદ્ય પદાર્થોની તીવ્ર તંગી પ્રવર્તે છે. તેવામાં દક્ષિણ ગાઝાપટ્ટીમાં ઈજીપ્ત તરફ આવેલા રફાહ શહેરમાં થઈને ઈજીપ્તના માર્ગે યુ.એન. ખાદ્ય પદાર્થો મોકલી રહ્યું હતું. તેવામાં રફાહ ઉપર જ ઈઝરાયલે બોમ્બ વર્ષા કરતાં તે માર્ગ પણ હાલ પૂરતો તો બંધ થઈ ગયો છે. ફરીથી ગાઝાપટ્ટીમાં દુષ્કાળ જેવી સ્થિતિનો ભય ઝળુંબી રહ્યો છે.

મૂળ વાત તેમ છે કે ઈઝરાયલની સેનાએ ઈઝરાયલના માર્ગે કે અન્ય માર્ગે ગાઝાપટ્ટી તેમજ વેસ્ટ બેન્કમાં અન્ન પહોંચાડવામાં બંને ક્ષેત્રો યુદ્ધભૂમિમાં ફેરવાઈ ગયા હોવાથી ત્યાં ખાદ્યાન્ન પુરવઠો મોકલી શકાય તેમ નથી.

વાસ્તવમાં ઈઝરાયલી લશ્કરના અધિકારીઓએ ગાઝાના વેપારીઓને પણ ઈઝરાયલી તથા પેલેસ્ટાઇની વેપારીઓ પાસેથી અનાજ, તાજાં ફળો, શાકભાજી અને ડેરી પ્રોડક્ટસ્ ખરીદવા મંજૂરી આપી દીધી હતી તો બીજી તરફ રફાહ ઉપર હુમલા પણ ચાલુ રાખ્યા છે. રફાહ તે ઈજીપ્તમાંથી ગાઝાપટ્ટીમાં પ્રવેશવાનું મુખ્ય દ્વાર છે. તેથી ઈજીપ્ત તરફથી મોકલાતી સહાય થંભી ગઈ છે. યુએન દ્વારા મોકલાયેલા સહાય કાર્યકરો અને કર્મચારીઓનું કહેવું છે. અમારે રોજના ૬૦૦ ટ્રક ભરીને આવતા ખાદ્ય પદાર્થોની જરૂર છે જે સામે વચમાં વચમાં યુદ્ધ બંધ રખાવીને માત્ર ૧૫૦-૨૦૦ ટ્રક જ આવી શકે છે તેથી સ્થિતિ ઘણી કરૂણ બની છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *