– યુક્રેન યુદ્ધ સાથે રશિયા-અમેરિકા વચ્ચે વધી રહેલા તણાવો રશિયાના આ વલણથી વધતા જવાના છે
મોસ્કો : ”દશ-મની-કેસ”માં અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ગુનેગાર ઠરાવાતા અમેરિકામાં તો રાજકીય ચક્રવાત શરૂ થઈ ગયો છે પરંતુ તે સાથે દુનિયાના કેટલાયે દેશોમાં પણ ખળખળાટ થઈ રહ્યો છે ત્યારે રશિયાએ આક્ષેપ કર્યો છે કે રાજકીય હરીફોને હઠાવવા ત્યાં કાનુની અને ગેરકાનુની તેમ તમામ પ્રકારના પગલાં લેવામાં આવી રહ્યા છે.
ક્રેમ્બિનના પ્રવક્તા મેસ્કોએ શુક્રવારે સાંજે કરેલા પ્રેસ સંબોધનમાં જણાવ્યું હતું કે જ્યારે આપણે ટ્રમ્પ વિષે કહીએ છીએ ત્યારે એક વાત તરી આવે છે ‘દૂર કરવાની’ હકીકતમાં રાજકીય પ્રતિસ્પર્ધાઓને તમામ પ્રકારના કાનુની કે ગેરકાનુની માર્ગો અપનાવાય છે.
ન્યૂયોર્કની કોર્ટ ”દશ-મની”અંગેના શકવર્તી ચુકાદા અંગે રશિયાએ આપેલા આ પ્રતિભાવોથી અમેરિકા અને રશિયા વચ્ચેના તંગ બની રહેલા સંબંધો વધુ તંગ બન્યા છે.
તે સર્વવિદિત છે કે ન્યૂયોર્ક કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પને ગંભીર ગુનાઓ તથા અસત્ય માહિતી આપવા માટે તકસીરવાન ઠરાવ્યા છે.
૨૦૧૬ ની ચૂંટણી પહેલા એડલ્ટ-ફિલ્મ-એકટ્રેસને મૂક રહેવા માટે આપેલા પૈસા, ખોટા હિસાબો દ્વારા ખર્ચાઓ દર્શાવી તે પોર્ન-સ્ટારને અપાયા હોવાના આરોપો અંગે ટ્રમ્પને તકસીરવાન ઠરાવવામાં આવ્યા હતા. પરંતુ તે આરોપો ઉભા કરેલા છે તેમ મોસ્કોનું કહેવું છે. ટ્રમ્પ ઉપર આવા જુદા જુદા ૩૪ કેસો કરવામાં આવ્યા છે.
ટ્રમ્પને થયેલી આ સજા અંગે વિશ્વભરમાંથી વિવિધ પ્રત્યાઘાતો આપ્યા છે. હંગેરીના વડાપ્રધાન વિકટર ઓરબાને કહ્યું હતું કે હું (પૂર્વ) પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને વર્ષોથી જાણું છું તેઓ એક આદરણીય વ્યક્તિ છે. પ્રેસિડેન્ટ હતા ત્યારે તેઓએ હંમેશા અમેરિકા ફર્સ્ટની નીતિ અપનાવી છે. તેઓનું સમગ્ર દુનિયામાં માન છે કારણ કે તેઓ શાંતિ સ્થાપવા સતત પ્રયત્નશીલ હતા. ભલે ચુકાદો જે આવે તે પરંતુ આ નવેમ્બરમાં (ચૂંટણી માટે) સતત પ્રયત્નશીલ રહેજો. યુદ્ધ ચાલુ જ રાખજો.
બ્રિટીશ વડાપ્રધાન ઋષિ શુનકે કહ્યું હતું કે આ અભુતપુર્વ પરિસ્થિતિ છે પરંતુ હુ કોર્ટ પ્રક્રિયાને માન આપું છું. આમ છતાં હજી ઘણો લાંબો પંથ કાપવાનો છે. જ્યારે અગ્રીમ બ્રિટીશ નેતા જેઓ ચૂંટણી સમયે ટ્રમ્પને સાથે આપવા ગયા હતા. તે નિગેલ ફટાન્ગેએ આ ચુકાદાને ટ્રમ્પ માટે ક્ષોભનીય તો કહ્યો હતો પરંતુ સાથે તેમ પણ જણાવ્યું હતું કે તેઓ જબ્બર બહુમતીથી ચુંટાઈ આવશે.
ઈટાલીના ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર મેટ્ટીઓ સાલ્વેનીએ કહ્યું હતું હતું કે હરીફોને દુર કરવા માટે વર્ષોથી એક યા બીજા માર્ગો અપનાવીએ છે… પરંતુ હું આશા રાખું છું કે ટ્રમ્પ વિજયી થશે. તેથી વૈશ્વિક સંતુલન વધુ ખાત્રીબંધ થશે. વિશ્વશાંતિની આશા ઉજવળ બનશે.
ટ્રમ્પે પોતે તો તેમની ઉપર થયેલા કેસને ”ગોઠવણી પૂર્વક”નો કહેતા જણાવ્યું હતું કે હજી ”બાબત” કે પૂરી થઈ નથી. (તેઓ ઉપરી કોર્ટોમાં અપીલ કરવાના છે.)
ઉલ્લેખનીય તે છે કે લગભગ તમામ રીપબ્લિસ ટ્રમ્પની સામે છે. પૂર્વ પ્રમુખ વ્હાઈટ હાઉસમાં ન જઈ શકે તે માટે રાજકીય ગણતરીથી જ તેઓની યજમાન થઈ રહી છે.
ટૂંકમાં ઘણા ટ્રમ્પ તરફી રહ્યા છે. અબજોપતિઓ તેને સાથ આપે છે તેમાં કેસનો બિલિઓનર મીરીયમ એડલ્સન અને હોટેલિયર રોબર્ટ બિગેલૉવ અગ્રીમ છે.