અમદાવાદ,રવિવાર
રિવરફ્રન્ટ ઉપર બાઇક લઇને જતા આધેડ ઉપર અજાણી વ્યક્તિએ છરાથી હુમલો કર્યો હતો અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસે અજાણ્યા લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ખભા ઉપર હાથ મૂકી ઉભા રખાવ્યા બાઇક મૂકી ભાગવા જતાં હુમલો કરીને મારી નાંખવાની ધમકી આપી
વટવામાં રહેતા આધેડ ગઇકાલે સવારે બાઇક લઇને દાણીલીમડા વિસ્તારમાંથી રિવરફ્રન્ટ ઉપરથી પસાર થતા હતા. આ સમયે મોપેડ ઉપર આવેલા બે શખ્સોએ તેમના ખભા ઉપર હાથ મૂકીને ઉભા રહેવા કહ્યું હતું.
જ્યાં એક આરોપીના હાથમાં છરો હોવાથી તેઓ બાઇક મૂકીને ભાગવા જતાં હતા. આ સમયે આરોપીએ તેમને પગે ઢીંચણ ઉપર છરાના ઘા મારીને નાસી ગયા હતા. ઇજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસે બે અજાણ્યા લોકો સામેગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.