Arunachal Pradesh Election Results 2024: દેશમાં લોકસભાની ચૂંટણીની સાથે અનેક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાઈ હતી. તેમાંથી ઉત્તર-પૂર્વીય રાજ્ય અરુણાચલ પ્રદેશમાં પણ વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. અહીં 60 વિધાનસભા બેઠકમાંથી કોંગ્રેસને માત્ર એક બેઠક પર જીત મેળવી શકી છે. જ્યારે વિધાનસભા 2019ની ચૂંટણીમાં કોંગ્રેસને ચાર બેઠક મળી હતી. એટલે કે પાંચ વર્ષમાં પાર્ટીના માત્ર એક ધારાસભ્ય જીત્યા છે.

કોંગ્રેસે 35 બેઠકો માટે ટિકિટ જાહેર કરી હતી

અરુણાચલ પ્રદેશમાં આ વખતે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 60 વિધાનસભા બેઠકોમાંથી 35 બેઠકો માટે ટિકિટ જાહેર કરી હતી. પરંતુ 35 બેઠકો માટે ટિકિટ જાહેર થયા બાદ પણ પક્ષના 10 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી ન હતી. જ્યારે 5 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવ્યા બાદ પોતાના નામ પાછા ખેંચ્યા હતા અને એક ઉમેદવાર પક્ષ છોડીને ભાજપમાં જોડાયા હતા. કોંગ્રેસના નવ ઉમેદવારો એવા હતા જેઓ ટિકિટ લીધા પછી પણ ચૂંટણી લડ્યા ન હતા. જેના કારણે પ્રદેશ કોંગ્રેસે તમામની સામે શિસ્તભંગના પગલાં લઈને તેમને 6 વર્ષ માટે પક્ષમાંથી બહાર કરી દીધા છે. 

ભાજપે 60માંથી 46 બેઠક પર જીત મેળવી

બીજી જૂનના રોજ જાહેર થયેલા અરુણાચલ પ્રદેશ વિધાનસભાના પરિણામોમાં કોંગ્રેસે 60 બેઠકમાંથી માત્ર એક બેઠક જીતી હતી. જ્યારે સત્તાધારી ભાજપને 46 બેઠકો મળી હતી. આ વખતે ભાજપે મુખ્યમંત્રી પેમા ખાંડુના નેતૃત્વમાં ચૂંટણી લડી હતી. 10 બેઠકોની સ્થિતિ એવી હતી કે ભાજપના 10 ઉમેદવારો ચૂંટણી લડ્યા વિના પણ બિનહરીફ ચૂંટણી જીતી ગયા હતા. એટલે કે 60માંથી માત્ર 50 બેઠકો પર જ મતદાન થયું હતું. નોંધનીય છે કે, કોંગ્રેસની 35 બેઠકમાંથી માત્ર 19 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી માત્ર 1 ઉમેદવાર ચૂંટણી જીત્યા છે. પક્ષને ચૂંટણી જીતવી એ બીજી પ્રાથમિકતા છે પ્રથમ, સંગઠન અને પક્ષને એક કરવા એ સૌથી મોટો પડકાર છે.

આ પણ વાંચો: 24 વર્ષથી જે CMને કોઈ હટાવી ન શક્યું, તે ભાજપ સામે હારશે? Exit Pollના આંકડાઓએ ચોંકાવ્યા

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *