Image: Facebook

Ridhima Pandit: ટીવી એક્ટ્રેસ રિદ્ધિમા પંડિત અને ક્રિકેટર શુભમન ગિલને લઈને તાજેતરમાં જ લગ્નના સમાચાર આવ્યા જેનાથી સૌ ચોંકી ગયા હતા. આ સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ રિદ્ધિમાએ પોતે આ મુદ્દે પ્રતિક્રિયા આપી છે. આ વર્ષે ડિસેમ્બરમાં રિદ્ધિમા અને શુભમન લગ્ન કરવાના છે તેવા સમાચાર આવ્યા હતા પરંતુ એક્ટ્રેસે આ સમાચારને ખોટા ગણાવ્યા છે. તેણે પોતાનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો.

રિદ્ધિમાએ શું કહ્યું

રિપોર્ટ અનુસાર રિદ્ધિમાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક વીડિયો શેર કર્યો જેમાં તે કહી રહી છે હું આજે ઘણા પત્રકારના ફોનથી ઉઠી છું જે મને મારા લગ્નને લઈને પૂછી રહ્યાં છે પરંતુ કોના લગ્ન? હું લગ્ન કરી રહી નથી અને જીવનમાં જો આવી કોઈ ક્ષણ આવી તો હું પોતે સૌને જાહેરાત કરીને જણાવીશ પરંતુ હાલ આ સમાચારમાં કોઈ સત્ય નથી.

રિદ્ધિમા ટીવીની ફેમસ એક્ટ્રેસ છે. તે બહુ હમારી રજનીકાંત અને ખતરા-ખતરા જેવા શો કરી ચૂકી છે. તે બિગ બોસ ઓટીટીની પહેલી સીઝનમાં પણ સ્પર્ધક બનીને આવી હતી.

ટીવી ઈન્ડસ્ટ્રીના રાજ ખોલ્યા હતાં

થોડા સમય પહેલા રિદ્ધિમાએ ટીવી ઈન્ડસ્ટ્રીના રાજ ખોલ્યા હતાં કે અહીં પણ અમુક લોકો એવાં છે જે એક્ટર્સ કે બાકી લોકોની લાઈફ મુશ્કેલ બનાવી દે છે. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *