Image Source: Twitter

Raveena Tandon Car Accident: બોલિવૂડ એક્ટ્રેસ રવિના ટંડનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે જેમાં તે નશામાં ધૂત નજર આવી રહી છે. આ વીડિયોમાં લોકો તેની સાથે ધક્કા-મુક્કી કરી રહ્યા છે અને મારપીટ પણ કરી રહ્યા છે. આ વીડિયો એક યૂઝરે X પર પોસ્ટ કર્યો છે. ગઈ કાલે રાત્રે રવિના પોતાના ડ્રાઈવર સાથે ઘરે જઈ રહી હતી ત્યારે તેની કારે એક વૃદ્ધ મહિલાને ટક્કર મારી દીધી હતી. વૃદ્ધ મહિલા ગુસ્સે થઈને ડ્રાઈવરને પૂછ્યું કે શું તું મારી ઉપર કાચ ચલાવી દઈશ? ત્યારબાદ વૃદ્ધ મહિલા અને રવિનાના ડ્રાઈવર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. રવિના પણ કારમાંથી નીચે ઉતરી તો વૃદ્ધ મહિલાના પરિવારજનોએ રવિના સાથે ધક્કા-મુક્કી કરતા મારપીટ કરી. વીડિયોમાં રવિના કહેતી સંભળાઈ રહી છે કે, – મને હાથ ન લગાવશો. આ મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો પરંતુ કોઈ ફરિયાદ નથી નોંધાઈ.

રવિના ટંડનને ટોળાંએ ઘેરી લીધી

જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં પીડિત અને સ્થાનિક લોકો રવિનાને ઘેરીને પોલીસને બોલાવતા નજર આવી રહ્યા છે. પીડિતમાંથી એક કહી રહ્યો છે કે, તમારે જેલમાં રાત વિતાવવી પડશે. મારા નાકમાંથી લોહી નીકળે છે. રવિનાએ લોકોને વીડિયો રેકોર્ડ ન કરવા વિનંતી કરી અને સ્થાનિક લોકો દ્વારા તેના પર હુમલો રવિનાએ કહ્યું કે, મને ધક્કો ન મારશો. કૃપા કરીને મને મારશો નહીં. આટલું જ નહીં વીડિયોમાં એક વ્યક્તિ રવિનાને માર મારવાનું કહી રહ્યો છે. ત્યારબાદ થપ્પડ મારવાનો અવાજ આવે છે.

રવિના ટંડનનો વીડિયો વાયરલ

રવિના ટંડનના વાયરલ વીડિયોના અંતે એક વ્યક્તિ જેણે પોતાની ઓળખ બાંદ્રાના રહેવાસી મોહમ્મદ તરીકે આપી. તેને વીડિયોમાં સમગ્ર ઘટનાનું વર્ણન કરતા સાંભળી શકાય છે. તેમણે કહ્યું કે, મારી માતા, બહેન અને ભત્રીજી રિઝવી કોલેજ નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રવિનાના ડ્રાઈવરે મારી માતા પર ગાડી ચઢાવી દીધી. જ્યારે તેમણે વિરોધ કર્યો તો ડ્રાઈવરે મારી ભત્રીજી અને મારી માતા સાથે પણ મારપીટ કરી. બાદમાં રવિના પણ નશાની હાલતમાં બહાર આવી અને તેણે માતાને એટલો માર માર્યો કે, તેના માથામાં ગંભીર ઈજાઓ આવી. વીડિયોમાં તે એવો પણ દાવો કરી રહ્યો છે કે, હું પીડિતો સાથે ખાર પોલીસ સ્ટેશનમાં ચાર કલાક સુધી રાહ જોતો રહ્યો પરંતુ મારી ફરિયાદ લેવામાં ન આવી. તેમણે કહ્યું કે, તેઓએ અમને આ મામલાનો પોલીસ સ્ટેશનની બહાર નિકાલ કરવા કહ્યું. પણ અમે એવું નહીં કરીએ. મારી માતા પર હુમલો કરવામાં આવ્યો છે અને હું ન્યાયની માંગ કરું છું.

સામે આવી રહેલા અહેવાલ પ્રમાણે રવિના ટંડનના પતિ અનિલ થડાની પણ ખાર પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા. તેમણે પીડિતો સાથે વાત કરી પરંતુ તેઓ કેસ નોંધાવા પર અડગ હતા. જોકે, બાદમાં બંનેએ ફરિયાદ ન નોંધાવવાનું નક્કી કર્યું અને પોત-પોતાના જતા રહ્યા.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *