મકરાણી સણોસરા ગામે સુરાપુરાના મંદિરે જઇ ઝેરી ટીકડા ખાધા
કજરડા ગામે તરૃણીએ ગળાફાંસો ખાતા મોત; મોરબીમાં વીજ શોકથી તરૃણે જીવ ગુમાવ્યો
કારણે મકરાણી સણોસરા ગામે આવેલા સુરાપુરા દાદાના મંદિરે આવીને ઝેરી દવાના ટીકડા
ખાઈ લઈ આપઘાત કરી લેતાં ભારે ચકચાર જાગી છે. જ્યારે કજૂરડા ગામે તરૃણીએ આપઘાત
કર્યો હતો. જ્યારે મોરબી વીજ શોક લાગતા તરૃણનું મોત થયું હતું.
હાલ રાજકોટમાં રહેતા
જેઠાભાઈ જીવણભાઈ ચાવડા નામના ૪૮ વર્ષના યુવાને મકરાણી સણોસરા ગામે આવેલા
પોતાના સુરાપુરા ડાડાના મંદિરે ઝેરી દવાના ટીકડા ખાઈ લેતાં તેને સારવાર માટે
હોસ્પિટલમાં ખસેડાયા પછી તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કરાયું હતું.
પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક યુવાનને અગાઉ હૃદય રોગનો હુમલો આવી ગયો હતો, અને બીપી બીમારી
હતી. ઉપરાંત નાણાકીય તકલીફ હતી. તેથી બીમારી અને આર્થિક તંગીના કારણે આત્મહત્યાનું
પગલું ભરી લીધાનું પોલીસમાં જાહેર થયું છે.
ખંભાળિયા તાલુકાના કજુરડા ગામે રહેતી કુંજલબા ભાવસંગ જાડેજા
નામની ૧૭ વર્ષની તરુણીએ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર પોતાના હાથે ગળાફાંસો ખાઈ
લેતા તેણીનો નિષ્પ્રાણ દેહ સાંપડયો હતો. આ બનાવની જાણ મૃતકના પિતા ભાવસંગ ચંદુભા
જાડેજા (ઉ.વ. ૩૬) એ અહીંની પોલીસને કરી છે.
મોરબીના વિસીપરા ઈમામ ચોકમાં રહેતા સલમાન રસુલ મોવર
(ઉ.વ.૧૭) મોરબીના એલ.ઈ.કોલેજ પાસે સ્વામી નારાયણ મંદિરમાં બાંધકામ સાઈટ પર મજુરી
કામ કરવા ગયો હોય અને ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયો
હતો. જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું મોરબી સીટી બી ડીવીઝન પોલીસે અકસ્માત
મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.