જમીન મુદ્દે લેતીદેતીની અદાવતમાં માર માર્યાની ફરિયાદ
રામ આહિર, અન્ય બે અજાણ્યા શખ્સનો ફરિયાદમાં ઉલ્લેખ
તાલુકા પોલીસ સ્ટેશનમાં 6 શખ્સો સામે નોંધાવી ફરિયાદ
જૂનાગઢમાં વિજ્ય પ્રકાશ સ્વામીએ ફરિયાદ નોંધાવી છે. જેમાં જમીન મુદ્દે લેતીદેતીની અદાવતમાં માર માર્યાની ફરિયાદ થઇ છે. તેમાં તાલુકા પોલીસ સ્ટેશનમાં 6 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. તેમજ જસ્મીન માઢક, જય મોલિયા પ્રકાશ વાઘ સામે ફરિયાદ થતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. તેમજ રામ આહિર, અન્ય બે અજાણ્યા શખ્સનો ફરિયાદમાં ઉલ્લેખ છે.
જાણો શું છે સમગ્ર મામલો
જૂનાગઢમાં વિજ્ય પ્રકાશ સ્વામીને માર માર્યો છે. જેમાં જમીન કૌભાંડમાં સમાધાનને લઈ માર માર્યો છે. સુરતમાં જમીન કૌભાંડમાં સંડોવણી હોવાનો આક્ષેપ થયો છે. તેમજ માર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. વિજ્ય પ્રકાશ સ્વામી જાલણસર ગુરૂકુળના ટ્રસ્ટી છે. જેમાં વિજયપ્રકાશ સ્વામી સાથે મારામારી થઈ છે.
સુરતમાં ડુમસ ખાતે થયેલા જમીન કૌભાંડમાં સંડોવણીનો આરોપ
સુરતમાં ડુમસ ખાતે થયેલા જમીન કૌભાંડમાં સંડોવણીનો આરોપ છે.સુરતના ડુમસ વિસ્તારની કુલ 2.17 લાખ ચો.મી.જમીનને લઈને વિવાદ સામે આવ્યો છે. સુરત નજીક આવેલા ડુમસ વિસ્તારની સરકારી માલિકીની અંદાજે રૂ. 2000 કરોડના મૂલ્યની 2.17 લાખ ચોરસ મીટર સરકારી માલિકીની જમીન ગણોતિયા કૃષ્ણમુખલાલ ભગવાનદાસ શ્રોફને નામે ચઢાવી દઈને બિલ્ડરને વેચી દેવાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે.આ જમીનમાં તત્કાલીન કલેકટર રાજેન્દ્ર કુમારના વર્ષ 2015ના હુકમ વિરુદ્ધ જઈ ખોટી રીતે ગણોતિયાના નામ દાખલ કરવા મોટો ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ થયા છે. કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી સહિતનાએ કલેકટર સામે પગલાં ભરવાની માગ કરી છે.
સરકારની આ જમીનમાં વર્ષોથી ગણોતિયો ન હતો
તેઓએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે સરકારની આ જમીનમાં વર્ષોથી ગણોતિયો ન હતો. તો એકાએક આ ગણોતિયો કેવી રીતે ઉભો કરવામાં આવ્યો છે. પૂર્વ કલેકટર રાજેન્દ્રકુમાર દ્વારા આ જમીન સરકારી હોવાનું સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. તો પછી જે તે સમયે સુરતના કલેક્ટર રહેલા આયુષ ઓક દ્વારા ગણોતિયાનું નામ દાખલ કરવા માટેનો આદેશ કેવી રીતે અપાયો છે. આ મુદ્દે સીટની રચના થવી જોઈએ. સરકારને જે કોઈ હજારો કરોડનું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. તેની પણ તપાસ કરવામાં આવે.