મૃતકને જીવિત બતાવી 4 ભાગીદારે પ્રોજેક્ટ પચાવ્યો
બાંધકામ પ્લાન મંજૂર કરાવવા બોગસ સહીઓ કરી
2012ના મૃતકને 2016માં જીવિત બતાવી ખોટી સહી કરી
સુરતમાં રૂપિયા 45 કરોડના પ્રોજેક્ટ માટે બિલ્ડરોનું કારસ્તાન સામે આવ્યું છે. જેમાં મૃતકને જીવિત બતાવી 4 ભાગીદારે પ્રોજેક્ટ પચાવ્યો છે. તેમાં બાંધકામ પ્લાન મંજૂર કરાવવા બોગસ સહીઓ કરી હતી. જેમાં 2012માં મૃતકને 2016માં જીવિત બતાવી ખોટી સહી કરી હતી. કોસાડમાં પોણા આઠ કરોડની જમીન ભાગીદારીમાં ખરીદી હતી. જેમાં દિવ્ય મોલ ઊભો કર્યા બાદ પ્રોજેક્ટ પચાવી પાડ્યો હતો.
ભાગીદાર, ભાઈ, બનેવી, વેવાઇ સામે ઠગાઈનો ગુનો નોંધાયો
ભાગીદાર, ભાઈ, બનેવી, વેવાઇ સામે ઠગાઈનો ગુનો નોંધાયો છે. સુરત શહેરમાં મૃતને જીવિત બતાવી વરાછાના બિલ્ડરનો 4 ભાગીદારે 45 કરોડનો પ્રોજેક્ટ પચાવ્યો છે. વરાછાના બિલ્ડરે મિત્ર પર વિશ્વાસ કરી કોસાડમાં પોણા આઠ કરોડની જમીન ભાગીદારીમાં ખરીદી હતી. તેમાં દિવ્ય મોલનો પ્રોજેક્ટ ઊભો કર્યા બાદ 4 ભાગીદારે 45 કરોડનો પ્રોજેક્ટ પચાવી પાડ્યો હતો. ભાગીદારોએ મૃતકને જીવિત બતાવી બાંધકામ પ્લાન મંજૂર કરાવવા બોગસ સહીઓ કરી હતી. ભાગીદારોએ અંગ્રેજીમાં ડીડ બનાવી બિલ્ડરની ભાગીદારી 50ને બદલે 25 ટકા કરી નાખી હતી.
વર્ષ 2016માં જીવિત બતાવી ખોટી સહી કરી હતી
જગદીશ પટેલ વર્ષ 2012માં અવસાન પામ્યા છતાં વર્ષ 2016માં જીવિત બતાવી ખોટી સહી કરી હતી. જેમાં અમરોલી પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. તેમજ ફરિયાદ થતા પોલીસે તમામ કાર્યવાહી હાથ ધરી છે. જેમાં ભાગીદારોના મોટા કૌભાંડ સામે આવી શકે છે. તેમજ બિલ્ડરોની અન્ય જમીનોમાં પણ આ રીતે છેતરપિંડી કરાઇ છે કે નહિ તે પોલીસ તપાસમાં બહાર આવી શકે છે.