રાજકોટના TRP ગેમ ઝોનમાં બનેલા અગ્નિકાંડ બાદ પંચમહાલ તંત્ર સફાળે જાગ્યું છે. પંચમહાલ તંત્ર દ્વારા અલગ-અલગ સ્થળે તપાસ હાથ ધરવામાં આવી છે. શહેરા બજાર વિસ્તારમાં જય ભવાની સો મિલમાં મજૂરો કામ કરી રહ્યા હતા અને મોટા પ્રમાણમાં લાકડાનો જથ્થો હોવા છતાં ફાયર સેફ્ટીના કોઈ સાધનો ઉપલબ્ધ ન હતા.જેથી શહેરા નગરપાલિકાની ટીમ દ્વારા જય ભવાની સો મિલને સીલ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છેકે, ગતરોજ નગરપાલિકાના ચેકિંગ દરમિયાન બે એકમોમાં ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ જોવા મળતા બન્ને એકમનોને સીલ કરવામાં આવ્યા હતા.