– જુનિયર એનટીઆરના કાકાની વ્યાપક ટીકા

– હિરોઈન અંજલિ વિરોધ કરવાને બદલે હસી પડતાં નેટ યૂઝર્સ તેના પર પણ નારાજ થયા

મુંબઇ : તેલુગુ એક્ટર નંદમૂરી બાલકૃષ્ણએ એક ફિલ્મની ઈવેન્ટ વખતે હિરોઈન અંજલિને સ્ટેજ પર જ બહુ ખરાબ રીતે ધક્કો મારતાં અંજલિ પડતાં પડતાં બચી હતી. જોકે, અંજલિએ  આ હરકતથી ડઘાઈ ગયેલી અંજલિએ જોકે તત્કાળ કોઈ રિએક્શન આપવાને બદલે હસીને જાણે કંઈ ન બન્યું હોય તેવો દેખાવ કર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થતાં લોકો નંદમૂરી બાલકૃષ્ણ પર અને તેનું આ કૃત્ય સહન કરી લેવા બદલ અંજલિ પર પણ ફિટકાર વરસાવી રહ્યા છે. 

‘ગેંગ્સ ઓફ ગોદાવરી’ ફિલ્મના પ્રમોશનની ઈવેન્ટાં આ ઘટના બની હતી. ઘટના વખતે સ્ટેજ પર અન્ય કલાકારો તથા અન્ય લોકો પણ મોજૂદ હતા. પરંતુ, કોઈએ પણ નંદમૂરી બાલકૃષ્ણની આ હરકત સામે વાંધો લીધો ન હતો. સોશયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થતાં જ   લોકોએ નંદમૂરી અને અંજલિ બંનેની આકરી ટીકા કરી હતી.  ફિલ્મ સર્જક હંસલ મહેતાએ પણ આ કોણ  દુષ્ટ  વ્યક્તિ છે તેમ કહી ટીકા કરી હતી. 

નંદમૂરી બાલકૃષ્ણ આંધ્રના ભૂતપૂર્વ સીએમ સ્વ .એન.ટી.રામારાવનો પુત્ર છે અને તે હાલના તેલુગુ સુપર સ્ટાર જુનિયર એનટીઆરનો કાકો થાય છે. નંદમૂરીની ગણના પણ એક સફળ તેલુગુ સ્ટાર તરીકે થાય છે. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *