– ક્લાઈમેક્સ સીન લીક થતો અટકાવવા પ્રયાસ

– ક્લાઈમેક્સ સીનથી જ ફિલ્મના ત્રીજા ભાગની વાર્તા પણ આગળ ધપાવાશે

મુંબઇ : ‘પુષ્પા ટુ ‘ફિલ્મનું શૂટિંગ હાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે. તેવામાં અપડેટ છે કે, ફિલ્મના ક્લાઇમેક્સના બે અલગ-અલગ દ્રશ્યોનું શૂટિંગ કરવામાં આવી રહ્યું છે.

ફિલ્મના ક્લાઈમેક્સ સહિતની મોટાભાગની વિગતો ખાનગી રાખવામાં આવી છે. બહુ ઓછા  લોકોને ફિલ્મની સ્ક્રિપ્ટ આપવામાં આવી છે ઉપરાંત સેટ પર મોબાઇલ ફોન પર પણ પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. 

અલગ અલગ ક્લાઈમેક્સ શૂટ કરવા પાછળ ગુપ્તતા જાળવવાનો હેતુ છે. આ ઉપરાંત ક્લાઈમેક્સથી જ ફિલ્મના ત્રીજા ભાગની વાર્તા આગળ વધવાની હોવાથી આ વ્યૂહ અપનાવ્યો છે. 

‘પુષ્પા ટુ ‘ મા અલ્લૂ અર્જુન, રશ્મિકા મંદાના, જગપતિ બાબુ,અનુસૂયા ભારદ્વાજ અને ફહાદ હાસિલ કામ કરી  રહ્યાં છે.  ફિલ્મ આગામી તા. ૧૫મી ઓગસ્ટે રીલિઝ થવાની છે. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *