Rajkot Game Zone Fire: રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડની તપાસ કરવા નિમાયેલી સીટે રાજ્ય સરકારને પ્રાથમિક અહેવાલ સુપરત કર્યો છે જેમાં ચોકાવનારાં તારણો હોવાનું બહાર આવ્યાં છે. મહત્વની વાત એછેકે, ટીઆરપી ગેમ ઝોન છેલ્લા ૩ વર્ષથી વધુ સમયથી ધમધમી રહ્યું હતું. એટલુ જ નહીં, ગેમ ઝોને વિના મંજૂરીએ પાકુ બાંધકામ કર્યું તેમ છતાંય રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન કોઈ ચકાસણી જ કરી ન હતી. એ વાતનો ય ખુલાસો થયો છેકે, ગેમ ઝોનના સંચાલકોએ ટેમ્પરરી બાંધકામ માટે પણ કોઈ મંજૂરી લીધી ન હતી.

SIT રિપોર્ટમાં ચોંકાવનારા અવલોકનો સામે આવ્યા

રાજકોટ અગ્નિકાંડમા SIT રિપોર્ટમાં ચોંકાવનારા અવલોકનો સામે આવ્યા છે. એવા તારણો બહાર આવ્યા છેકે, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, પોલીસ વિભાગ, ફાયર વિભાગ અને માર્ગ મકાનની ઘોર બેદરકારી આ આખીય આગ કરુણાંતિકા માટે જવાબદાર છે. રિપોર્ટમાં એ વાતનો ઉલ્લેખ કરાયો છેકે, ગેમ ઝોનમાં પ્રથમ માળે જવા માત્ર 4થી 5 ફૂટની એક જ સીડી હતી. આ કારણોસર આગ લાગી ત્યારે સીડી જ તૂટી પડી હતી પરિણામે લોકો નીચે ઉતરી શક્યા નહી અને જીવતા ભૂંજાયા હતાં.

મ્યુનિ.કોર્પોરેશને કોઈ તપાસ કરી ન હતી

પોલીસ તંત્રની વાત કરીએ તો, રાજકોટના પીએસઆઈ એન.આઈ.રાઠોડ, વી.આર.પટેલ ગેમ ઝોનને લાયસન્સ આપવામાં નિષ્કાળજી રાખી હતી. આ બંને પોલીસ અધિકારીઓએ ફાયર સેફ્ટીની ચકાસણી જ કરી ન હતી. સીટે એ વાતની ય રિપોર્ટમાં નોંધ કરી છેકે, છેલ્લાં ત્રણ વર્ષથી વધુ સમયથી ગેમ ઝોન ચાલી રહ્યુ હતું. પાકું બાંધકામ કરી દેવાયુ છતાંય મ્યુનિ.કોર્પોરેશને કોઈ તપાસ કરી ન હતી. ટેમ્પરરી સ્ટ્રક્ચરના બહાને પાકુ બાંધકામ કરી દેવાયું હતું. સાથે સાથે ટેમ્પરરી બાંધકામની પણ મંજૂરી લેવાઈ ન હતી. આમ છતાંય મ્યુનિ.કોર્પોરેશને ધ્યાન આપ્યુ ન હતું.

ભ્રષ્ટ અધિકારીઓને મેળા પીપણાથી બધુય લૉલલોલ ચાલ રહ્યું

મહત્વની વાત એછેકે, બિનખેતીની જમીન પર કોમર્શિયલ પ્રવૃત્તી ચાલી રહી હતી છતાંય ભ્રષ્ટ અધિકારીઓને મેળા પીપણાથી બધુય લૉલલોલ ચાલ રહ્યું હતું. સ્થાનિક ફાયર ઓફિસરે ગેમ ઝોનની સ્થળ વિઝીટ કરી ન હતી. માર્ગ મકાન વિભાગના અધિકારીઓએ પણ તપાસ કરવાનું ટાળ્યુ હતું. આમ, સીટના રિપોર્ટમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, પોલીસ વિભાગ, ફાયર વિભાગ અને માર્ગ મકાન વિભાગની લાપરવાહી સામે આવી છે. હવે સીટના પ્રાથમિક રીપોર્ટ આધારે સરકાર શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર મંડાઈ છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *