TPO સાગઠિયાની ધરપકડ કરવામાં આવી છે
તત્કાલીન 2 PIની ક્રાઇમ બ્રાન્ચે અટકાયત કરી
ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાની ધરપકડ
રાજકોટ અગ્નિકાંડને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં ક્રાઈમ બ્રાન્ચે 4 અધિકારીની ધરપકડ કરી છે. તેમાં TPO સાગઠિયા તેમજ ATPO મુકેશ મકવાણા, ગૌતમ જોશી સહિત ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાની ધરપકડ કરવામાં આવી છે. ગાંધીનગરથી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ લઈને રાજકોટ પહોંચી છે.
તત્કાલીન 2 PIની ક્રાઇમ બ્રાન્ચે અટકાયત કરી
રાજકોટથી આગકાંડ મામલે રાજકોટ પોલીસ મથકમાં ફરજ લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં તત્કાલીન 2 PIની ક્રાઇમ બ્રાન્ચે અટકાયત કરી છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પૂર્વ PI ધોળા અને પૂર્વ PI વણઝારાની અટકાયત કરી છે. ટુંક સમયમાં સત્તાવાર ધરપકડ થઈ શકે છે. તેમજ અગ્નિકાંડમાં CID ક્રાઈમનું વધુ 4 અધિકારીને તેડું છે. જેમાં 4 અધિકારીઓને તાત્કાલિક ગાંધીનગર બોલાવાયા છે.
ચાર અધિકારીઓની ધરકપડ કરવામાં આવી
રાજકોટમાં ટીઆરપી ગેમઝોનમાં અગ્નિકાંડની ઘટના બાદ સરકાર દ્વારા તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે, તેની વચ્ચે હાલ મોટા સમાચાર આવી રહ્યા છે, જેમાં ચાર અધિકારીઓની ધરકપડ કરવામાં આવી છે. અગાઉ આ ચાર અધિકારીઓને એસીબીએ દરોડા પાડ્યા હતા. ત્યારબાદ ચારેય અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટના અગ્નિકાંડમાં SITની તપાસ બાદ પ્રાથમિક રીપોર્ટ સોંપવામાં આવ્યો હતો, જેના બાદ પોલીસે ચાર અધિકારીઓની ધરપકડ કરી છે, જેમાં ટીપીઓ એમ.ડી.સાગઠીયા, એટીપીઓ ગૌતમ જોશી, એટીપીઓ મુકેશ મકવાણા અને ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાનો સમાવેશ થાય છે.
ફાયર વિભાગમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરીને મોટો ખુલાસો કર્યો
આ પહેલા રાજકોટ ભાજપના સાંસદ રામ મોકરિયાએ જ ફાયર વિભાગમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરીને મોટો ખુલાસો કર્યો હતો. તેમણે રાજકોટ મહાનગરપાલિકાના ફાયર વિભાગના ડેપ્યુટી ઓફિસર ભીખાભાઈ ઠેબાને ફાયર એનઓસી સર્ટિફિકેટ માટે 70 હજાર આપ્યા હોવાનો દાવો કર્યો છે. તેમણે કહ્યું હતું કે, ‘હા મારી પાસેથી રૂપિયા લેવામાં આવ્યા હતા.’ મોકરીયા જ્યારે ફક્ત બિઝનેસમેન હતા ત્યારે 150 ફૂટ રીંગ રોડ પર બાંધકામ માટેના ફાયર એનઓસી માટે આ 70 હજાર રૂપિયા લેવામાં આવ્યા હતા. જો કે રામભાઈ મોકરીયા બાદમાં સાંસદ બન્યા ત્યારે ડેપ્યુટી ફાયર ઓફિસર ભીખાભાઈ ઠેબાએ કવરમાં 70 હજાર નાખી રામભાઈ મોકરીયાને પરત આપી દીધા હતા.