રાજ્ય કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં
ગરીબ પરિવારની રિન્કુને શિક્ષકો અને પાલક પિતાનો સહકાર મળ્યો
29,30 મે 2024 દરમ્યાન ખેલ મહાકુંભ 2.O રાજ્ય કક્ષાની એથલેટિક્સ સ્પર્ધા રમાઈ હતી

નડિયાદ રમત ગમત સંકુલ ખાતે તારીખ 29,30 મે 2024 દરમ્યાન ખેલ મહાકુંભ 2.O રાજ્ય કક્ષાની એથલેટિક્સ સ્પર્ધા રમાઈ હતી. જેમાં દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાની માળ ફ્ળિયા વર્ગ બોઘડવા પ્રા.શાળામાં ધોરણ પાંચ સુધીનો અભ્યાસ કરીને હાલમાં જ્ઞાન સેતુ રેસીડેન્સીયલ સ્કૂલ લીમખેડા ખાતે અભ્યાસ કરતી વિદ્યાર્થીની રિંકુબેન નિલેશભાઈ બારીઆએ અંડર -11 વિભાગમાં સ્ટેન્ડિંગ બ્રોડ જંપમાં સમગ્ર ગુજરાતમાં બીજો નંબર મેળવીને સિલ્વર મેડલ મેળવેલ છે.

 બોઘડવાની રીંકુ ખુબ ગરીબ પરિવારની દિકરી છે. તેની માતાનું પ્રથમ લગ્ન નિષ્ફ્ળ જતા નાની દિકરી સાથે લઈને તેણે બીજું લગ્ન બોઘડવા ગામે કર્યું હતું. ધોરણ એકમાં દીકરીને માળ ફ્ળિયા વર્ગ બોઘડવા પ્રા.શાળા ખાતે દાખલ કરી હતી. વદ્યાર્થીની રિંકુમાં પડેલી પ્રતિભાને શાળાના આચાર્યએ સારી રીતે ઓળખી લીધી અને તેને ધોરણ એકથી જ રમત ગમતની પ્રેક્ટિસ ચાલુ કરાવી હતી. પરંતુ પરિવાર માટે ગરીબી બાધારૂપ બની અને તેની માતા તેને કાઠિયાવાડ મજૂરી અર્થે લઈ ગઇ હતી. શાળામાં રિંકુ ન દેખાતા આચાર્ય અને તેના કોચ ભારતસિંહ રાઠવા દ્વારા તેના પરિવારનો સંપર્ક કરી સમજ આપતા તેની તમામ જવાબદારી વહન કરવાની જવાબદારી પાલક પિતા દ્વારા લેવામાં આવી હતી. ભણવામાં પ્રખર બુદ્ધિશાળી રીંકુ CET માં પાસ થઈને મેરીટના આવતા તેનું એડમિશન જ્ઞાનસેતુ રેસીડેન્સીયલ સ્કૂલ લીમખેડા ખાતે કરાવવામાં આવ્યું હતું. ત્યાં પણ પાલક પિતા સાથે સ્ટાફ્ અને આચાર્ય દ્વારા રિંકુંની પ્રતિભા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

 છ વર્ષ સુધી રમત ગમતમાં સતત મહેનત કરવાના પરિણામ સ્વરૂપે આજે રિંકુએ સ્ટેન્ડિંગ બ્રોડ જંપમાં સમગ્ર ગુજરાતમાં બીજો નંબર મેળવીને દાહોદ જિલ્લાનું નામ રોશન કરેલ છે. સતત છ વર્ષ સુધી યોગ્ય તાલીમ અને કેળવણી આપનાર કોચ ભારતસિંહ રાઠવાને તથા સિલ્વર મેડલ મેળવનાર દીકરી રીંકુંને જિલ્લા રમત ગમત વિકાસ અધિકારી તથા દાહોદ જિલ્લા રમત ગમત અધિકારી દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *