Anant-Radhika Wedding Card: એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી 12 જુલાઈના રોજ રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવાના છે. જે દેશના સૌથી મોટા લગ્ન સમારોહમાંથી એક હોવાનું કહેવાય છે. એક તરફ, કપલ અને તેમના પરિવારો ફ્રેન્ચ ક્રુઝ પર પ્રિ-વેડિંગ ફંક્શનની ઉજવણી કરી રહ્યા છે, તો બીજી તરફ, તેમનું વેડિંગ કાર્ડ ઑનલાઇન સામે આવ્યું છે.

મુંબઈમાં જ થશે અનંત- રાધિકાના લગ્ન

અનંત- રાધિકાના લગ્ન મુંબઈમાં મુકેશ અંબાણીના  જિયો વર્લ્ડ સેન્ટરમાં થશે. અંબાણી પરિવાર દ્વારા તૈયાર કરવામાં આવેલા વેડિંગ કાર્ડમાં ઈશા અંબાણીથી લઈને શ્લોકા અંબાણી અને પરિવારના અન્ય સભ્યોના નામ આપવામાં આવ્યા છે. આ સાથે જ ત્રણ દિવસનું સંપૂર્ણ શેડ્યૂલ અને ડ્રેસ કોડ પણ આપવામાં આવ્યો છે. 

3 દિવસ…3 ઇવેન્ટ અને ત્રણ ડ્રેસ કોડ

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનો લગ્ન સમારોહ 12 જુલાઈથી શરૂ થશે અને 14 જુલાઈ સુધી ચાલશે. કાર્ડ મુજબ, 12મી જુલાઈ શુક્રવારના પ્રથમ દિવસે ‘શુભ વિવાહ’ (Auspicious Wedding) યોજાશે અને તેના માટે ભારતીય પરંપરાગત ડ્રેસ કોડ રાખવામાં આવ્યો છે.

બીજા દિવસે 13મી જુલાઈ શનિવારે ‘શુભ આશીર્વાદ’ (Divine Blessings) સમારંભ થશે અને તેના માટે ઇન્ડિયન ફોર્મલ ડ્રેસ કોડ રહેશે. 

જ્યારે 14મી જુલાઈ રવિવારના રોજ ‘મંગલ ઉત્સવ’ (Wedding Reception)નું આયોજન કરવામાં આવશે અને મહેમાનો ઇન્ડિયન ચીક ડ્રેસ કોડ રાખવામાં આવ્યો છે.

આકાશ-શ્લોકા સાથે ઈશા-આનંદના પણ નામ

આ વેડિંગ કાર્ડમાં અનંત અંબાણીના પરિવારના સભ્યોના નામ લખવામાં આવ્યા છે. મુકેશ અંબાણી-નીતા અંબાણી ઉપરાંત દીકરી ઈશા અંબાણી અને તેના પતિ આનંદ પીરામલનું નામ પણ છે. આ ઉપરાંત મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણી અને પુત્રવધૂ શ્લોકા મહેતાનું નામ આપવામાં લખવામાં આવ્યું છે. 

આ સાથે અંબાણી પરિવારના નાના સભ્યોમાં પૃથ્વી અંબાણી, આદ્યાશક્તિ અંબાણી, કૃષ્ણા અંબાણી અને વેદા અંબાણીનું નામ પણ સામેલ છે.

અનંત અને રાધિકાની ક્રૂઝ પાર્ટી ચાલી રહી છે

અંબાણી પરિવારમાં આ લગ્ન સમારોહની ઉજવણી પહેલી માર્ચથી શરૂ થઈ હતી અને તેની શરૂઆત આનંદ-રાધિકા પ્રિ-વેડિંગ ઈવેન્ટથી થઈ હતી જે 1 થી 3 માર્ચ સુધી ગુજરાતના જામનગરમાં ચાલી હતી. જેમાં વિશ્વભરની પ્રખ્યાત હસ્તીઓ હાજર રહી હતી.

હાલમાં, અનંત-રાધિકાની ક્રૂઝ પાર્ટી ઈટાલીમાં ચાલી રહી છે. આ પાર્ટીમાં પણ અંબાણી પરિવારની સાથે બોલિવૂડની મોટી હસ્તીઓ ભાગ લેવા માટે મુંબઈથી ઈટાલી પહોંચી છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *