સુરત
પાંડેસરા પોલીસની
શંકાસ્પદ ભુમિકા અંગે ભોગ બનનારના ફરિયાદી ભાઈએ કોર્ટમાં ઈન્કવાયરી કેસ દાખલ કર્યો
હતોઃટ્રાયલ કોર્ટનો હુકમ હસ્તક્ષેપ પાત્ર ન હોવાનો નિર્દેશ
પોતાના
મોટાભાઈના બાળકોને માળ પરથી ફેંકી દેવાના ગુનામાં આરોપીને વતનમાંથી પકડી ટ્રેનમાં
લાવવા દરમિયાન ગાયબ થઈ જતાં આરોપીના ફરિયાદી ભાઈએ પાંડેસરા પોલીસની શંકાસ્પદ
ભૂમિકાની તપાસ માટે કરેલી માંગ અંગે ટ્રાયલ કોર્ટે પોલીસ વિરુદ્ધ કરેલા તપાસ
હુકમની કાયદેસરતાને પડકારતી પોલીસની રિવીઝનને એડીશ્નલ સેશન્સ જજ અમિતકુમાર એન.દવેએ
નકારી કાઢી ટ્રાયલ કોર્ટનો હુકમ કાયદેસરનો ઠેરવી હસ્તક્ષેપ પાત્ર ન હોવોના નિર્દેશ
આપ્યો છે.
પાંડેસરા
ગંગોત્રી નગરમાં રહેતા ફરિયાદી ઓમપ્રકાશ રામઆસરે ગૌતમના નાનાભાઈ આરોપી નાગેન્દ્ર વિરુધ્ધ તેના મોટાભાઈએ વર્ષ-2021ના રોજ પોતાના
બાળકોને માળ પરથી ફેંકી દેવા બદલ પાંડેસરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.જેની તપાસ
દરમિયાન પાંડેસરા પોલીસ મથકના હે.કો.સંજય રણછોડ,પ્રતિક
લક્ષ્મણભાઈએ આરોપીને તેના વતનમાંથી ઝડપીને દાનાપુર એક્સપ્રેસ મારફતે સુરત રવાના
થયાની ફરિયાદીને જાણ થઈ હતી.પરંતુ તા.16-10-21સુધી ફરિયાદીને
તેના ભાઈની પોલીસમથક કે લાજપોર જેલમાં થી માહીતી ન મળતાં આરટીઆઈ કરી હતી.જેથી
પાંડેસરા પોલીસે આરોપીના ભાઈની ધરપકડ ન કરી હોવાનું જણાવ્યું હતુ.જેથી ફરિયાદીએ
અપીલ કરતા ડીસીપી એફ ડીવીઝને ફરિયાદીના ભાઈએ પોલીસ કર્મચારીને ધક્કો મારી ભુસાવળ
રેલ્વે સ્ટેશનેથી નાસી ગયો હોવા અંગે રેલ્વે પોલીસમાં ઈપીકો-224નો ગુનો નોધ્યો હોવાનું જણાવ્યું હતુ.
જેથી
ફરિયાદીએ પોલીસ કમિશ્નર સમક્ષ પાંડેસરા પોલીસ વિરુધ્ધ પોતાના ભાઈની હત્યા કરી
પુરાવાનો નાશ કરવા અંગે ગુનો નોંધી તપાસ કરવા માંગ કરી હતી.પરંતુ પોલીસે ખોટા રિપોર્ટ
રજુ કરીને અરજી દફતરે કરતાં ફરિયાદીએ સર્ચ વોરંટની અરજી કરી પાંડેસરા પોલીસ મથકના
પીઆઈ એ.પી.ચૌધરી, પોસઈ એ.જે.રબારી,પોસઈ એન.એમ.મોર્યા, પોલીસ કોન્સ્ટેબલ પ્રતિક લક્ષ્મણભાઈ,સંજય રણછોડ,ડીસીપી ઝોન-3,4 તથા પોલીસ કમિશ્નર કચેરી વિરુધ્ધ
કોર્ટ ફરિયાદ કરી ઈન્કવાયરીની માંગ કરી હતી.જેને વંચાણે લઈને ટ્રાયલ કોર્ટે
કોગ્નીઝેબલ ગુનો થયો હોવા તથા જે તે સમયે પોલીસ કર્મચારીની શંકાસ્પદ ભુમિકા હોવાનો
નિર્દેશ આપી ડીસીપી કક્ષાના અધિકારીના નિર્દેશનમાં સક્ષમ અધિકારીને તપાસ સોંપવા
હુકમ કર્યો હતો.
જેથી
ટ્રાયલ કોર્ટના ઉપરોકત હુકમથી નારાજ થઈને પીઆઈ નાગભાઈ કેશુભાઈ કામળીયા એ તેની
કાયદેસરતાને એપેલેટ કોર્ટમાં પડકારી વાદગ્રસ્ત ઈન્ટ્રીમ ઓર્ડરને સ્ટે કરવા માંગ
કરી હતી.અપીલકર્તાએ જણાવ્યું હતું કે મુખ્ય અરજી પેન્ડીંગ છે અને હાલનો
સીઆરપીસી-156(3)નો હુકમ ફરિયાદીની એફીડેવિટ જરૃરી હોવા અંગે સુપ્રિમ કોર્ટના
પ્રિયંકા શ્રીવાસ્તવના કેસના સિધ્ધાંતને ટાંક્યો હતો.જેના વિરોધમાં સરકારપક્ષે
મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે કેસના સંજોગો અને
હકીકતને ધ્યાને લઈ ન્યાયના હિતમાં યોગ્ય હુકમ કરવા માંગ કરી હતી.પોલીસ કમિશ્નર
વિરુદ્ધના કાયદાના પ્રસ્થાપિત સિધ્ધાંત વિરુધ્ધનો હોવાનું જણાવ્યું હતુ.જેથી
કોર્ટે રેકર્ડ પરના પુરાવાને લક્ષમાં લઈને અપીલકર્તાની રીવીઝન અરજી નકારી ટ્રાયલ
કોર્ટના હુકમને કાયદેસરનો ઠેરવ્યો હતો.