Image: Facebook
T20 World Cup 2024: ટી20 વર્લ્ડ કપ 2024ને હવે ગણતરીના દિવસો બાકી છે. ભારતીય સમયાનુસાર 2 જૂનથી આ ટુર્નામેન્ટની શરૂઆત થવા જઈ રહી છે. ટી20 વર્લ્ડ કપ 2024ની મેજબાની વેસ્ટઈન્ડિઝ અને અમેરિકાના હાથમાં છે પરંતુ મેઈન ઈવેન્ટ પહેલા ક્રિકેટ ચાહકોનું ટેન્શન વધી ગયું છે. હાલ રમાઈ રહેલી વોર્મ-અપ મેચમાં વરસાદનો કહેર જોવા મળ્યો છે. એક બાદ એક બે મહત્વની મેચ રદ થઈ ચૂકી છે. દરમિયાન વરસાદ મેઈન ઈવેન્ટની મેચની મજા પણ ખરાબ કરી શકે છે.
T20 વર્લ્ડ કપ પહેલા બે મહત્વની મેચ રદ થઈ
વર્લ્ડ કપની વોર્મ-અપ મેચ 27 મે થી 1 જૂન સુધી અમેરિકા, ત્રિનિદાદ અને ટોબેગોમાં રમાશે. વર્લ્ડ કપથી પહેલા કુલ 16 વોર્મ-અપ મેચ થશે. પરંતુ શરૂઆતી 8 મેચમાંથી 2 મેચ વરસાદના કારણે રદ થઈ ચૂકી છે. 28 મે એ બાંગ્લાદેશ અને યુએસએની વચ્ચેની મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ. 29 મે એ અફઘાનિસ્તાન અને ઓમાનની વોર્મ-અપ મેચ પણ વરસાદના કારણે પૂરી થઈ ન શકી. આ મેચ ત્રિનિદાદ અને ટોબેગોની ક્વીન્સ પાર્ક ઓવલ સ્ટેડિયમમાં રમાઈ, જ્યાં એક ઈનિંગ જ રમાઈ શકી. બાંગ્લાદેશ સામે યુએસએ મેચ ટેક્સાસના ગ્રાન્ડ પ્રેઈરી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાવાની હતી.
ઓમાનના બેટ્સમેનોની દમદાર રમત
અફઘાનિસ્તાન અને ઓમાનની વચ્ચે વરસાદથી પ્રભાવિત રહેલી મેચમાં રાશિદ ખાને ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય કર્યો હતો. ઓમાનની ટીમ પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 3 વિકેટના નુકસાન પર 154 રન બનાવ્યા. આ દરમિયાન અજમતુલ્લાહ ઉમરજઈ અને નવીદ ઉલ હકે 1-1 વિકેટ લીધી પરંતુ અફઘાનિસ્તાનની ટીમને વરસાદના કારણે ટાર્ગેટને ચેઝ કરવાની તક મળી નહીં. આજે 5 વોર્મ-અપ મેચ રમાશે પરંતુ તેમાંથી 3 મેચ ભારતીય સમયાનુસાર રાત્રે 12 વાગ્યા બાદ શરૂ થશે. જેમાં વેસ્ટઈન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા જેવી મોટી ટીમો સામ-સામે હશે.
30 મે ની વોર્મ-અપ મેચનો શેડ્યૂલ
નેપાલ vs યુએસએ, ગ્રાન્ડ પેઈરી ક્રિકેટ સ્ટેડિયમ, ગ્રાન્ડ પેઈરી, ટેક્સાસ
સ્કોટલેન્ડ vs યુગાન્ડા, બ્રાયન લારા ક્રિકેટ એકેડેમી, ત્રિનિદાદ અને ટોબેગો
નેધરલેન્ડ vs કેનેડા, ગ્રાન્ડ પેઈરી ક્રિકેટ સ્ટેડિયમ, ગ્રાન્ડ પેઈરી, ટેક્સાસ
નામીબિયા vs પાપુઆ ન્યૂ ગિની, બ્રાયન લારા ક્રિકેટ એકેડેમી, ત્રિનિદાદ અને ટોબેગો
વેસ્ટ ઈન્ડિઝ vs ઓસ્ટ્રેલિયા, ક્વીન્સ પાર્ક ઓવલ, ત્રિનિદાદ અને ટોબેગો