અગ્નિકાંડની જમીનને બુલડોઝર ફેરવી કરાઈ સમથળ
કોઈપણ ગુનામાં ક્રાઈમ સ્થળ સૌથી મોટો પુરાવો હોય છે
સરકારી મશીનરી દ્વારા જ પુરાવાનો કરાયો નાશ
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં પુરાવા પર બુલડોઝર ફર્યું છે. જેમાં અગ્નિકાંડની જમીનને બુલડોઝર ફેરવી સમથળ કરાઈ છે. તમાં કોઈપણ ગુનામાં ક્રાઈમ સ્થળ સૌથી મોટો પુરાવો હોય છે. સરકારી મશીનરી દ્વારા જ પુરાવાનો નાશ કરાયો છે. શું આરોપીઓને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ઘટનાના 96 કલાકમાં જ શા માટે સ્થળ પર ફેરવાયું રોલર?
તમામ નિયમોના ઉલ્લંઘન કરી ગેમઝોન ઊભું કરાયું હતુ
તમામ નિયમોના ઉલ્લંઘન કરી ગેમઝોન ઊભું કરાયું હતુ. તેમજ શા માટે ક્રાઈમ સ્થળ પર રોલર ફેરવાયું તે મોટો સવાલ લોકોના મનમાં ઉભો થઇ રહ્યો છે. રાજકોટ અગ્નિકાંડને લઈ 6 અધિકારી સસ્પેન્ડ થઈ શકે છે. તેમાં મધરાત્રે યાદી તૈયાર કરવામાં આવી હોવાની માહિતી છે. જેમાં 2021માં ગેમઝોનની શરૂઆત થઈ હતી. ત્યારે શરૂઆત થઈ ત્યારે રહેલા અધિકારીના નિવેદન લેવાશે. જેમાં મનપા, પોલીસ, ફાયરના અધિકારીઓના નિવેદન લેવાશે. તથા 2021ના મનપા કમિશનર, CPના નિવેદન લેવાશે. તેમજ જેની બેદરકારી સામે આવશે તેની સામે કાર્યવાહી થશે.
સંદેશ ન્યૂઝે SITને કડક સવાલ પૂછ્યા છે
સંદેશ ન્યૂઝે SITને કડક સવાલ પૂછ્યા છે. જેમાં સંદેશ ન્યૂઝે પૂછ્યું કે કાટમાળ પર બુલડોઝર કેમ ફેરવ્યું છે. તેમાં એસઆઇટીના વડા સુભાષ ત્રિવેદીએ જણાવ્યું છે કે પુરાવાને નાશ કરવાનો કોઇ આશય નહોતો. સામાન્ય માણસને પેટ્રોલ – ડીઝલનો છુટક જથ્થો મળતો નથી તેમાં જણાવ્યું છે કે પરિવારને ઝડપથી મૃતદેહ સોંપવાનો આશય હતો. તથા સવાલ હતો કે તો ગેમઝોનને આટલો મોટો જથ્થો ક્યાંથી મળ્યો? જેમાં જવાબ આવ્યો કે તમામ IAS – IPS અધિકારીઓની પણ પૂછપરછ થશે તથા પદાધિકારીઓની પણ પૂછપરછ થશે.