સંદેશ ન્યૂઝ પહોંચ્યું એમ.ડી.સાગઠીયાના ફાર્મ હાઉસે
રાજકોટ, ગોંડલ, વીરપુરમાં અનેક જગ્યાએ પ્રોપર્ટી હોવાની ચર્ચા
ચરખડીમાં વિશાળ જગ્યામાં આધુનિક સુવિધા વાળું ફાર્મ હાઉસ
રાજકોટ મનપાના TPO એમ.ડી.સાગઠીયાને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં સંદેશ ન્યૂઝ એમ.ડી.સાગઠીયાના ફાર્મ હાઉસે પહોંચ્યું છે. તેમાં સાગઠીયા પાસે રૂપિયા 50થી 60 હજારની નોકરી છે અને મિલકત કરોડોની છે. રાજકોટ, ગોંડલ, વીરપુરમાં અનેક જગ્યાએ પ્રોપર્ટી હોવાની ચર્ચા પણ છે. ચરખડીમાં વિશાળ જગ્યામાં આધુનિક સુવિધા વાળું ફાર્મ હાઉસ છે.
સાગઠીયા અને પરિવારના નામે અનેક જમીન અને પેટ્રોલપંપ
સાગઠીયા અને પરિવારના નામે અનેક જમીન અને પેટ્રોલપંપ છે. જેમાં ગેમઝોનકાંડમાં સંડોવાયેલા અધિકારીઓની પૂછપરછ કરાઈ કરી છે. તેમાં એસીબી દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના ટીપીઓ એમડી સાગઠીયાની પૂછપરછ હાથ ધરાઈ છે. રાજકોટ મહાનગરપાલિકામાં એકજ જગ્યાએ નોકરી કરતા ટીપીઓ સાગઠીયાની અને પરિવારની કરોડોની મિલ્કત હોવાની સંભાવના છે. એમડી સાગઠીયાની રાજકોટ ગોંડલ વીરપુરમાં અનેક જગ્યાએ પ્રોપર્ટી હોવાની ચર્ચા છે. જેતપુર રાજકોટ નેશનલ હાઇવે ચરખડી પાસે વિશાળ જગ્યામાં આધુનિક સુવિધા વાળું ફાર્મ હાઉસ છે.
આ પ્રોપર્ટીની તપાસ થાય તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય
આ ફાર્મ હાઉસ મનસુખભાઇ સાગઠિયાના નામના 7/12 જે ટીપીઓ મનોજભાઇના ભાઈ છે. ટીપીઓ એમડી સાગઠીયા તેમજ તેમના પરિવારની અનેક જગ્યાએ જમીનો પેટ્રોલપંપ બંગલા હોવાનું અનુમાન છે. જેમાં 50 હજારથી 60 હજાર પગારદાર પાસે તેમના પરિવાર પાસે આટલી સંપત્તિ આવી ક્યાંથી મોટો સવાલ છે. જેમાં એસીબી દ્વારા ગેમઝોન કાંડમાં સંડોવાયેલ અધિકારીની સંપત્તિની તપાસ કરવામાં આવી રહી છે જેમાં આ પ્રોપર્ટીની તપાસ થાય તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય છે.