Ahmedabad: રાજકોટની ઘટના બાદ અમદાવાદમાં ચાલતા ગેમ ઝોનની મ્યુનિ.ના ફાયર
વિભાગ તરફથી તપાસ કરાઈ હતી. ભાજપના અમરાઈવાડી વોર્ડના પૂર્વ કોર્પોરેટર મહેન્દ્ર
પટેલનુ ગોતામાં ગેમ ઝોન આવેલુ છે.આ ગેમ ઝોનમાં પુરતા પ્રમાણમાં સ્મોક વેન્ટિલેશનનો
અભાવ હોવાનુ તપાસ સમયે બહાર આવ્યુ હતુ. ઉપરાંત ગેમ ઝોનમાં મહત્તમ કેટલાં લોકોને
પ્રવેશ અપાશે એ દર્શાવતુ કોઈ બોર્ડ ગેમ ઝોનના એન્ટ્રેન્સ ઉપર લગાવાયુ નથી.આ અંગેના
કોઈ દસ્તાવેજ પણ સંચાલક તપાસ અધિકારીઓને આપી શકયા નહોતા.
ઈન્ટરનલ સ્મોક ડીટેકટર અપૂરતા
અમરાઈવાડી વોર્ડના ભાજપના પૂર્વ કોર્પોરેટર મહેન્દ્ર પટેલ
સંચાલિત ગેમ ઝોન છારોડી-ગોતા રોડ ઉપર આવેલુ છે. ફન બ્લાસ્ટ ઈન્ડિયા એલ.એલ.પી. નામથી
ચલાવવામા આવતા આ ગેમ ઝોનમાં ફાયર વિભાગે કરેલી તપાસમાં ગેમ ઝોનની જગ્યા લીવ એન્ડ
લાયસન્સ એગ્રીમેન્ટથી લેવામાં આવી હોવાનુ બહાર આવવા પામ્યુ છે.સ્મોક વેન્ટિલેટરની
પુરતા પ્રમાણમાં વ્યવસ્થા નહિ હોવા ઉપરાંત ઈન્ટરનલ સ્મોક ડીટેકટર અપૂરતા છે.
ગેમ ઝોનમાં અંદરની બાજુ સ્પ્રીન્કલર હોસરીલ
નથી.
કયા ગેમ ઝોનમાં કયા પ્રકારની અનિયમિતતા?
નામ અનિયમિતતા
ફનસીટી,વસ્ત્રાપુર ફાયર એન.ઓ.સી.નથી
ક્રેઝી વર્લ્ડ,વસ્ત્રાપુર પોલીસ એન.ઓ.સી.નથી
ફન બ્લાસ્ટ ઈન્ડિયા,ગોતા પુરતા સ્મોક વેન્ટિલેશનનો અભાવ
ફન સીટી લેન્ડમાર્ક,થલતેજ પોલીસ પરમીશન મેળવેલ નથી
હેમલેઝ , પેલેડિયમ મોલ પોલીસ પરમીશન મેળવેલ નથી
ફન પેરેડાઈઝ,
સેટેલાઈટ પોલીસ પરમીશન ના હોવાથી
બંધ
ફન ઝોન,
ઘુમા દ.પ.ઝોન દ્વારા સીલ કરાયુ
ગેમીંગ ઝોન,
આનંદનગર રોડ દ.પ.ઝોન દ્વારા સીલ કરાયુ
જોય બોકસ,
ઘુમા દ.પ.ઝોન દ્વારા સીલ
કરાયુ
ઝોરબા ગેમ ઝોન પોલીસ
પરમીશન નથી
સ્નોવર્લ્ડ,
વસ્ત્રાપુર બંધ રાખવા સુચના
અપાઈ
ટાઈમ ઝોન,
થલતેજ બંધ કરવા સુચના અપાઈ