નવી દિલ્હી, ૨૭ મે,૨૦૨૪,સોમવાર 

દુનિયાના સૌથી ઉંચા એવરેસ્ટ શિખર પર પહોંચવું એ મોટી સિધ્ધિ ગણાય છે. એક સમયે કોઇ એકલ દોકલ ટીમો જ એવરેસ્ટ સુધી પહોંચવામાં સફળ થતી હતી પરંતુ આ સૌથી ઉંચા શિખર પર ચડવા માટે સાહસિકોની લાઇન લાગી હોવાના ફોટોગ્રાફ અને વીડિયો વાયરલ થયો છે. સામાન્ય રીતે વ્યસ્ત રહેતા સપાટ હાઇવે અને શહેરોના સર્કલો પર ભીડ રહેતી હોય છે પરંતુ એવરેસ્ટ પર માનવીઓનો ટ્રાફિક જામ નવાઇ પમાડે છે. ઇન્સ્ટાગ્રામમાં રાજન દ્વીવેદી નામના એક પર્વતારોહકે ઇન્સ્ટાગ્રામમાં એક પોસ્ટ લખી છે. જેમાં એવરેસ્ટના રસ્તે ટ્રાફિક જામ જોવા દ્વષ્યો જોવા મળે છે. 

દુનિયાના સૌથી મોટા શિખર પર પર્વતારોહીઓની લાંબી લાઇન છે. બધા મંઝીલ તરફ વારાફરથી આગળ વધી રહયા છે. ઉતરતા અને ચડતા પર્વતારોહી એક બીજાને પાસ આપતા પહેલા વાતચીત કરે છે. તેનું મુખ્ય કારણ ૧૬૦ થી ૩૮૪ કિમી પ્રતિ કલાકનું તેજ ગતિએ આવતી ઠંડી જેટ હવાઓથી બચવા માટે ઇન્ટરવલ હોય છે. પર્વતારોહીઓની એક મોટી કતાર ઇન્ટરવલ માટે ઝડપથી ઉપર જઇ રહી છે. બ્રિટિશ પર્વતારોહી ડેનિયલ પેટરસન અને નેપાળી શેરપા પાસ્ટેનજી  શિખર પરથી ઉતરતા હતા તે દરમિયાન બરફના તોફાનમાં ફસાયા હતા, આ તોફાનમાં બંનેના મોત થયા હોવાનું માનવામાં આવે છે. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *