અમદાવાદ,સોમવાર
શહેરના બોડકદેવ વિસ્તારમાં આવેલા પારિજાત રેસીડેન્સીમાં એક સપ્તાહ
પહેલા કામ કરવા આવેલા ઘરઘાટીએ રૂપિયા ૧૨ લાખની રોકડની ચોરી કરી હોવાની ઘટના બની છે.
રોકડની ચોરી કરીને ઘરઘાટી બેસણાંમાં જવાનું કહીને નીકળી ગયો હતો. આ અંગે વસ્ત્રાપુર
પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. શહેરના બોડકદેવમાં આવેલા પારિજાત રેસીડેન્સીમાં રહેતા સુરેશભાઇ
ટીલવાણીને ત્યાં નિયમિત રીતે કામ કરતો પ્રકાશ મીણા નામનો ઘરઘાટી ધુળેટીના તહેવાર બાદ
જતો રહ્યો હતો. જે એક સપ્તાહ પહેલા ફરીથી કામે જોડાયો હતો અને ઘરના સર્વિસ ક્વાટર્સમાં
જ રહેતો હતો. ગત શનિવારે સુરેશભાઇ અને તેમના
પત્ની મોર્નિગ વોકમાં ગયા હતા. પરત આવ્યા ત્યારે ઘરઘાટી જોવા મળ્યો નહોતો. જેથી સિક્યોરીટી
ગાર્ડને પુછતા જાણવા મળ્યું હતું કે પ્રકાશ
તેના સગાના ેબેસણાંમાં જવાનું કહીને સવારે જ નીકળી ગયો હતો. ત્યારબાદ સુરેશભાઇ તેમની દુકાને ગયા હતા અને રાતના પરત આવીને કબાટમાં
તેમના ધંધાના ૧૨ લાખ રૂપિયા લેવા માટે ગયા ત્યારે નાણાં ત્યાં મળી આવ્યા નહોતા. જેથી
તપાસ કરતા આ ચોરી તેમને ત્યાં કામ કરતા ઘરઘાટીએ કહી હોવાનું જાણવા મળ્યું હતું. જે
અંગે તેમણે વસ્ત્રાપુર પોલીસ મથકે ફરિયાદ નોધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.