અમદાવાદ, સોમવાર
રખિયાલમાં એકવલાયું જીવન જીવતી વૃદ્ધાને પડોશીએ ચાકુના ઘા મારીને હત્યા કરી હતી. પોલીસ તપાસમાં પડોશમાં રહેતો શખ્સ વૃદ્ધાના મીટરમાંથી લાઇટ વાપરતો હતો આરોપી લાઈટ બીલના રૃપિયા નહી આપતા બને વચ્ચે ઝઘડો થયો હતો આરોપીને મૃતકના ભાઇએ માર માર્યો હતો. આ બનાવ અંગે મૃતકના ભાઇએ રખિયાલ પોલીસ સ્ટેશનમાં આરોપી સામે હત્યાનો ગુનો નોંધાવતા પોલીસે આરોપીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.
એકવાયું જીવન જીવતી વૃદ્ધાને વહેલી સવારે પેટ સહીત શરીરે ચાકુના ઘા મારી લોહી લુહાણ કરીને આરોપી ચાકુ લઇને પાસે ઉભો હતો ઃ સારવાર દરમિયાન મોત
રખિયાલમાં રહેતા આધેડે રખિયાલ પોલીસ સ્ટેશનમાં રખિયાલ સંજયનગર છાપરામાં રહેતા સઇદમોહંમદ શેખ સામે ફરિયાદ નોંધાવી છે કે તેમના 70 વર્ષના મોટા બહેન એકલા રહેતા હતા. આજે સવારે તેમના બહેનની પાડોશમાં રહેતો શખ્સ તેમના ઘરે આવ્યો અને કહ્યું કે તમારી બહેનને પડોશમાં રહેતો સઈદમોહંમદ શેખે તમારી બહેનને ચાકુના ઘા મારી દીધા છે. જેથી ફરિયાદી તુરંત તેઓ તેમની બહેનના ઘરે પહોંચી ગયા હતા. ત્યારે તેમના બહેન લોહી લુહાણ હાલતમાં પડેલા હતા.બીજીતરફ આરોપી ત્યાં ચાકુ લઇને ઉભો હતો જેથી તેના હાથમાંથી ચાકુ લઈને નીચે ફેંકી દીધું અને તેને માર માર્યો હતો.
આ સમયે આસપાસના લોકો ભેગા થઈ ગયા અને આરોપીને વધુ મારથી બચાવી લીધો હતો. ત્યારબાદ પડોશીએ સારવાર માટે ૧૦૮ને ફોન કરતા ઘટના સ્થળે પહોચેલી ૧૦૮ની ટીમે તપાસીને વૃદ્ધાને મરણ જાહેર કરી હતી. આસપાસના લોકોને પૂછતા જાણવા મળ્યુ કે આરોપીએ તેમની બહેનના મીટરમાંથી લાઇટ મેળવી હતી. જે લાઇટ બીલના રૃપિયા ભરવા બાબતે ઝઘડો થતા શખ્સે ચાકુના ઘા મારીને હત્યા કરી હતી. આ ઘટના અંગે રખિયાલ પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.