Bomb Threat In Delhi-Varanasi Flight: દિલ્હીથી વારાણસી જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળતા અફરા તફરી મચી ગઈ છે. આ પછી ફ્લાઈટમાંથી મુસાફરોને તાત્કાલિક ધોરણે ફ્લાઈટમાંથી ઉતરાવામાં આવ્યા હતા. એક વીડિયો સામે આવ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે પેસેન્જરોને ઈમરજન્સી ગેટમાંથી બહાર કાઢવામાં  આવી રહ્યા છે. આ દરમિયાન ઘણા મુસાફરો કૂદતા પણ જોવા મળ્યા હતા. બોમ્બ હોવાની ધમકીને કારણે દિલ્હી એરપોર્ટ પર ભયનો માહોલ સર્જાયો હતો. જોકે, અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને તપાસ ચાલુ છે.

ક્યુઆરટી ઘટનાસ્થળે પહોંચી ગઈ

એરપોર્ટ અધિકારીઓનું કહેવું છે કે પ્લેનને તપાસ માટે આઈસોલેશન બેમાં લઈ જવામાં આવ્યું છે. એવિએશન સિક્યુરિટી અને બોમ્બ ડિસ્પોઝલ ટીમ હાલ ઘટનાસ્થળે છે. દિલ્હી ફાયર સર્વિસના જણાવ્યાનુસાર દિલ્હીથી વારાણસી જઈ રહેલી ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતી સવારે 5.35 વાગ્યે મળી હતા. ક્યુઆરટી ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. તમામ મુસાફરોને ઈમરજન્સી ગેટમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. 

ટિશ્યુ પેપર પર ‘બોમ્બ’ લખેલું હતું

આ અંગે સીઆઈએસએફના એક અધિકારીએ જણાવ્યું કે, ‘દિલ્હી એરપોર્ટ પર દિલ્હીથી વારાણસી જતી ઈન્ડિગો ફ્લાઈટ (6E2211)ના ટોઈલેટમાં બોમ્બ શબ્દ લખેલું એક ટિશ્યુ પેપર મળ્યું હતું, જેના પછી સુરક્ષા એજન્સીઓએ તપાસ હાથ ધરી હતી.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *