Image Source: Twitter

Dhadak 2: કરણ જોહરે ફિલ્મ ‘ધડક 2’નું ઓફિસિયલ એલાન કરી દીધુ છે. આ ફિલ્મ આ વર્ષે સિનેમાઘરમાં રિલીઝ થશે. સિદ્ધાંત ચતુર્વેદી અને તૃપ્તિ ડિમરી ફિલ્મમાં લીડ રોલમાં નજર આવશે. આ ફિલ્મને શાઝિયા ઈકબાલ ડાયરેક્ટ કરશે. કરણ જોહરે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી ફિલ્મનું ઓફિસિયલ એલાન કર્યું છે. 

કરણ જોહરે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી છે. તેમાં ફિલ્મનો એક ટીઝર વીડિયો શેર કરવામાં આવ્યો છે. તેની સાથે કેપ્શન લખ્યું છે- આ સ્ટોરી થોડી અલગ છે કારણ કે, એક હતો રાજા અને એક હતી રાણી. જ્ઞાતિ અલગ હતી…. ખતમ કહાની. આ સાથે તેમણે લખ્યું છે કે, ફિલ્મમાં તૃપ્તિ ડિમરી અને સિદ્ધાંત ચતુર્વેદી લીડ રોલમાં છે. આ ફિલ્મ 22 નવેમ્બરના રોજ રિલીઝ થશે. 

ફિલ્મનું ટીઝર જોઈને લાગી રહ્યું છે કે, આ ફિલ્મ કોઈ દુ:ખદ કહાની પર આધારિત હશે. શરૂઆતમાં લોહીથી લખવામાં આવે છે, એક હતો રાજા, એક હતી રાણી, જ્ઞાતિ અલગ હતી. બેકગ્રાઉન્ડમાંથી અવાજ આવે છે કે, જે સપનું તું જોઈ રહી છે વિધિ તેમાં મારા માટે કોઈ સ્થાન નથી. સામે જવાબ મળે છે કે, તો પછી તું જ જણાવ નિલેશ કે હું આ ફિલિંગ્સનું શું કરું? ત્યારબાદ સોન્ગ વાગે છે. 

આ ફિલ્મને ઝી સ્ટુડિયો, ધર્મા પ્રોડક્શન્સ અને ક્લાઉડ 9 પિક્ચર્સ સાથે મળીને બનાવી રહ્યા છે. ફિલ્મ અંગે માહિતી શેર કરવામાં આવી છે. ટીઝર વીડિયો જોઈને લાગે છે કે આ એક લવ સ્ટોરી ફિલ્મ છે જે સામાજિક પરંપરાઓને પડકારે છે. આ ફિલ્મમાં જ્ઞાતિ અને વર્ગોમાં વહેંચાયેલા સમાજની વાસ્તવિકતાને રજૂ કરવામાં આવી છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *