– 1960ના દાયકાને યથાવત રાખવા માટે ખાસ ટ્રેન બનાવાઇ

મુંબઇ : કાર્તિક આર્યન હાલ પોતાની આગામી ફિલ્મ ચંદુ ચેમ્પિયનના શૂટિંગમાં વ્યસ્ત છે. હાલમાં જ ફિલ્મસર્જકે ફિલ્મના પ્રથમ ગીત સત્યાનાસને રિલીઝ કર્યુ હતું જેમાં અભિનેતા સાથે તેના યુવાન મિત્રો પોતાના જીવનના નવા ચેપ્ટરની શરૂઆત કરવાનો આનંદ માણી રહેલા જોવા મળે છે. 

સોશયલ મીડિયાના એક પોર્ટલના અનુસાર, આ ગીતના શૂટિંગને ચાર દિવસ લાગ્યા હતા. ફિલ્મની વાર્તામાં ૧૯૬૦નો દાયકો દાખવવામાં આવવાનો છે, તેથી સમયને ધ્યાનમાં રાખીને ખાસ ટ્રેન બનાવામાં આવી હતી. 

પ્રોડકશન સાથે જોડાયેલા એક સૂત્રે જણાવ્યુ હતું કે, સત્યાનાસ ગીતનું શૂટિંગ ચાર દિવસ સુધી કરવામાં આવ્યું હતું. તેમજ  આ ગીતને વિશેષ રીતે બનાવામાં આવ્યું હતું જેથી ૧૯૬૦ના સમયના સેટને યોગ્ય લાગે અને દર્શકો એ વાઇબ્સનો અનુભવ કરી શકે. 

ઉલ્લેખનીય છે કે, ફિલ્મ ચંદુ ચેમ્પિયન ૧૪ જુનના રોજ રિલીઝ કરવાની યોજના છે. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *